________________
પ્રાર્થના
માટે તેના હ્રદયમાં પ્રાર્થના થયા કરે છે. કર્મસંહારમાં સાથ મળે તેવી પ્રવૃત્તિ કરતાં તે પ્રાર્થ છે કે –
“અનન્ય શરણના આપનાર શ્રી વીતરાગ દેવ ! આપનામાં લોકાલોક પ્રકાશક જ્ઞાન સાથે રહેલી પૂર્ણ વીતરાગતાને ધન્ય છે. તે સાથે આપે પ્રગટાવેલ અનંતવીર્યનો વિચાર કરતાં સાનંદ અહોભાવથી આપના ચરણમાં મારું મસ્તક નમી પડે છે. આપનાં એ જ્ઞાન, એ વીતરાગતા અને એ વીર્યને અનુભવવા માટે મારો આત્મા આતુર થઈ રહ્યો છે. આપની અવર્ણનીય કૃપાના અનુભવથી મારી માર્ગ સંબંધી સમજણ વધી છે, અને તેનો આનંદ વેદતાં વેદતાં એવા ભાવ વર્ત્યા કરે છે કે આપનાં અનંત જ્ઞાનાદિને વેદવા માટે આપની સાથે ત્વરાથી એકરૂપ થઈ જાઉં. મારા તારાના ભેદથી પર બની હું આપમાં સમાઈ જાઉં. મારા આ અભિલાષ પૂર્ણ થવાના જ છે એ શ્રદ્ધા આપના પ્રતિના મારા અહોભાવમાં અત્યંત વધારો કરે છે. આપની સાથે એકરૂપ થવાના ભાવનું ઘુંટણ કરતાં કરતાં આનંદમાં વૃદ્ધિ થયા જ કરે છે. એ આનંદને મૂર્તરૂપ કરવા આપ જલદીથી એકતા આપો, મારું નિર્વિકલ્પપણું પ્રગટાવવામાં સહાય કરો. અનંતકાળથી જેની પ્રાપ્તિ થઈ નથી, તેની પ્રાપ્તિમાં કેવી અદ્ભુતતા સમાયેલી છે તે સમજણને સાક્ષાત્ અનુભવમાં લઈ જવાની સમર્થતા આપો. સર્વ પરભાવથી દૂર થઈ, સ્વમાં એકરૂપ બની – શુદ્ધસ્વરૂપમાં લીન થઈ, જગત સાથેનું સર્વ પ્રકારે અલિપ્તપણું પ્રગટાવવામાં જે જે કર્મો તથા દોષો અંતરાયરૂપ તથા વિઘ્નરૂપ નીવડે તેમ છે તે સર્વની હ્રદયના આરાધન સાથે ક્ષમા ઇચ્છી શુદ્ધ થવાના ભાવ કરું છું. આ શુભ કાર્યમાં અવશ્ય આપનો સાથ મળવાનો જ છે. આપ સાથેની એકતા પ્રગટવાની જ છે એ શ્રદ્ધા તથા અહોભાવથી આપને સવિનય વંદન કરું છું.” ૐ શાંતિ.
અનાદિકાળથી જે જે નહોતું મળ્યું તેવું આત્મતત્ત્વ આ ભવમાં મળતું ગયું તેનો આનંદ માણતાં માણતાં, જે જે મેળવવાનું બાકી છે તેની માગણી પ્રાર્થના
૩૩