________________
કેવળી પ્રભુનો સાથ
એવી પાત્રતા મને આપો. પ્રગટાવેલી અપાત્રતા દૂર કરવામાં જે જે નિમિત્ત સહાયક છે તેનાં આશ્રિત રહી, અપાત્રતાને સાથ આપનાર સર્વ પાપકર્મની આપની સાક્ષીએ પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માગું છું. મારાં તે પાપકર્મ નિવૃત્ત થાઓ અને આપની કૃપાથી મારી યોગ્યતા સદાય વધતી રહો એ ભાવ સાથે આપને સવિનય વંદન કરું છું.” ૐ શાંતિ.
સ્વચ્છંદ નિરોધ થવાથી મન, વચન તથા કાયા સાથેનું અલિપ્તપણું પ્રગટતું જાય છે. અને એક ક્ષણે જીવ મન, વચન, કાયા સાથેનું એકત્વ મમત્વ ત્યાગી શ્રી સદ્ગુરુનાં શરણમાં પૂર્ણતયા ચાલ્યો જાય છે. એ ક્ષણ પછીથી તેનામાં વિશેષતાએ ગુરુની આજ્ઞાનું આધીનપણું આવે છે. શ્રદ્ધાનાં મૂળ વિશેષ ઊંડા જાય છે. પરિણામે તેનું વર્તન શુદ્ધ ચારિત્રવાળું તથા ઘટતી મતિકલ્પનાવાળું થતું જતું હોવાથી નવાં કર્મોનો આશ્રવ ઓછો થતો જાય છે. પછી પણ જ્યારે જ્યારે મતિકલ્પના સહિત કે સ્વચ્છંદ સહિતનું વર્તન હોય ત્યારે ત્યારે તેટલા પ્રમાણમાં કર્માશ્રવ થાય છે, બાકીના સમયમાં કર્મનાં સંવર તથા નિર્જરા તેને વર્તતાં હોય છે. તેથી આત્મા આ અવસ્થાએ વિશેષ હળવાશ તથા ઉલ્લાસનું વેદન કરે છે. આ પ્રમાણે પ્રક્રિયા થતી હોવાથી, ચોથા ગુણસ્થાન કરતાં પાંચમા ગુણસ્થાને કર્મબંધ ઓછા તથા કર્મનિર્જરા વિશેષ થાય છે, એ જ પ્રમાણે પાંચમા ગુણસ્થાન કરતાં છઠ્ઠા ગુણસ્થાને કર્મબંધ ઓછા તથા કર્મનિર્જરા વધારે થાય છે. કર્મનાં આવા હળવાપણાને કારણે તથા ગુરુને આધીનપણું કર્યું હોવાનાં કારણે જીવને સદ્ગુરુકૃપાથી મોક્ષમાર્ગ અને તેનાં રહસ્યોનું ઊંડાણ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં સમાયેલા ભેદરહસ્યો તેની પાસે ખુલતાં જાય છે, અને તેમાંથી પ્રગટે છે પોતાને નડતાં કર્મોને તોડવાની ચાવી. એ ચાવીનો ઉપયોગ કરી તે પોતાનું જીવન તથા વર્તન સુધારતો જાય છે, અને વિશેષ વિશેષ ઊંડાણભર્યા રહસ્યો મેળવતો જાય છે. તે દ્વારા પ્રભુની આજ્ઞામાં વિશેષતાએ રહેતાં તે શીખી જાય છે. તેથી શુદ્ધાત્મા પ્રગટાવવાનું તથા તેની સાથે એકરૂપ થવાનું તેનું લક્ષ બળવાન થતું જાય છે. વારંવાર શ્રી ગુરુ તથા શ્રી પ્રભુના શુદ્ધાત્મા સાથે એકાકાર થવાના ભાવ ઘૂંટાય છે. જ્યાં સુધી આ ભાવનાની સિદ્ધિ થતી નથી, ત્યાં સુધી તે સિદ્ધિ મેળવવા
૩૨