________________
પ્રાર્થના
અવિસ્મરણીય છે. એ સાથ અને પ્રેરણા ઝીલવાની ભાવના તથા બોધાનુસાર વર્તવાનું નિશ્ચયબળ એ જીવનમાં પોતાનાં છે. તે પાત્રતા વિના સદ્ગુરુના સાથ અને સહકાર કાર્યકારી થતા નથી. તેથી પોતાની વિશુદ્ધિ કરવાની ભાવના અને પાત્રતા દિન પ્રતિદિન વધતાં રહે તેવી ભાવના જીવે વારંવાર કરવી ઘટે છે. ખીલતી પાત્રતાને આધારે પ્રાર્થનામાં વૈવિધ્ય પ્રસરે છે. એ વખતે જીવને સમજાય છે કે પોતાનું આત્યંતિક બૂરું કરવામાં મુખ્ય ફાળો સ્વછંદનો છે, જેને વશ તે અનાદિકાળથી રહેતો આવ્યો છે. પોતે પોતાની મેળે જે સારાનરસાપણા વિશે નિર્ણયો કર્યા છે અને તેને જ અનુસરીને જે બેફામ વર્તન ચલાવ્યું છે તે સ્વછંદ છે. આ સ્વચ્છંદને કારણે જીવને અનંતાનંત કર્મો બંધાયાં છે, તાત્પર્ય કે સંસાર સંચાલનનો મુખ્ય પાયો જ સ્વચ્છંદ છે. તેથી સંસારક્ષયની ઇચ્છા સેવનારે સ્વછંદને ત્વરાથી દબાવવો જોઈએ, તોડવો જોઈએ. વિચારકને શ્રી સદ્ગુરુના પ્રસાદથી સમજાય છે કે સ્વછંદ એ મનના વિભાવભાવોનું પરિણામ છે, તેથી મનને અંકુશમાં લેવાથી સ્વચ્છંદ સહજતાએ દબાય છે. આ સમજણને આધારે તે ઇચ્છે છે કે નિરંકુશ એવા મારા મનનો શ્રી સદ્ગુરુ અંકુશ લે તો સારું. સ્વચ્છંદથી છૂટી હળવાશનો સુંદર અનુભવ લેવા તે શ્રી પ્રભુને પ્રાર્થે છે કે –
“પરમ શાંતરસમાં નિમગ્ન રહેનાર શ્રી પ્રભુ! આપને પ્રાપ્ત થયેલી અપાર શાંતિને અહોભાવથી વંદન કરું છું. મન, વચન તથા કાયામાં મારાપણાનો સંપૂર્ણ અભાવ થવાથી આપને સર્વકાલીન અપાર શાંતિનો પ્રસાદ પ્રાપ્ત થયો છે, તેવી સમજણ અને શ્રી સદગુરુની કૃપાથી લાધી છે. તેવી શાંતિ માણવાની અભિલાષા મને પણ જાગી છે. મારા મનમાં ચાલતા વિવિધ તોફાનોનાં કારણે ડહોળાયેલી શાંતિનો અનુભવ મને નિશદિન થયા કરે છે. મારા આ અશાંત મનને શાંત કરવા, તેમાંથી મારાપણાંનો ભાવ મૂકવા હું આપના શરણે આવ્યો છું. મન, વચન અને કાયામાંથી મારાપણું છોડવા બળ આપો. મન, વચન તથા કાયાનાં સ્વચ્છંદી પ્રવર્તન કરવાથી હું મુક્ત થાઉં અને શ્રી ગુરુજીના બતાવેલા માર્ગે યથાર્થ ચાલી શકું એવી કૃપા મને પ્રાપ્ત થાઓ. આપની સતત વરસતી કૃપાને ઝીલી તેનો સદુપયોગ કરી શકું