________________
કેવળી પ્રભુનો સાથ
તેને લગતી સમજણ તથા પ્રતીતિ શ્રી ગુરુ પાસેથી મળતાં વધારે આગળ વધવા તે જીવ ઉત્સાહિત થાય છે. શ્રી ગુરુનાં માર્ગદર્શન નીચે તે પોતાનો ક્ષાયિક સમકિત મેળવવાનો પુરુષાર્થ આદરે છે. અને ગુરુની દોરવણી અનુસાર લગભગ આ પ્રકારની પ્રાર્થના, અન્ય ઉપાયો કરવા સાથે, તે આડાં આવતાં કર્મોને હઠાવવા કરતો રહે છે
—
“અહો! શ્રી વીતરાગ પ્રભુ! મોહસ્વયંભૂરમણ સમુદ્ર તરીને પાર કરતાં સિદ્ધ થયેલી પરમ વીતરાગતાને મારા સવિનય વંદન હોજો. આપ આ વીતરાગતા સહિત મારા હ્રદયમાં બિરાજમાન હો. મારાં હૈયામાં વસી, આપની વીતરાગતાને ફેલાવી મારાં કર્મોનો નાશ કરવામાં મને સાથ આપો. કર્મનો ક્ષય કરવાનો પુરુષાર્થ કરતાં મને સમજાય છે કે એક બાજુ બળ કરી એક કર્મને કાઢવા જાઉં છું ત્યાં બીજી બાજુથી બીજું કર્મ ચુપકીદીથી પ્રવેશી જાય છે. અને જ્યાં નવાં આવતાં કર્મોને રોકવા જાઉં છું ત્યાં પૂર્વે સંચિત કરેલાં કર્મો મને પીડા આપતાં જરા પણ અચકાતાં નથી. આવી કર્મોથી ઘેરાયેલી અવસ્થામાં મને આપનો એકનો જ આધાર છે. સર્વ કર્મોનો ક્ષય કરવામાં આપે કેવું બળવાન પરાક્રમ દાખવ્યું છે તેનું ભાન મારી પામરતા ટાળવા માટે મને ખૂબ ઉત્સાહિત કરે છે. એથી જ આપની પાસે વીતરાગતાનું દાન માગું છું. એ વીતરાગતાના અંશો મેળવી હું મારા અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ તથા દર્શનમોહની ત્રણે પ્રકૃતિ ક્ષય કરવા ઇચ્છું છું. આપ સુદેવ મારા હ્રદયપ્રદેશમાં સદાકાળ બિરાજી, મને પ્રેરણા આપી, આપની નિસ્પૃહતા ગ્રહણ કરી શકવા ભાગ્યશાળી બનાવો, જેનાં ફળરૂપે મારાં અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વ નાશ પામી જાય. વિઘ્નરૂપ બનતાં મારા સર્વ દોષોની આપની સાક્ષીએ ક્ષમા ચાહું છું. આ પ્રકારના દોષો મારાથી બીજીવાર ન થાય તે માટે પ્રેરણા તથા શક્તિ માગી આપને ખૂબ ભાવથી વંદન કરું છું.” ૐ શાંતિ.
પ્રાર્થના, સત્સંગ, ધ્યાન, મનન, ચિંતન વગેરે સદુપાયો કરતાં કરતાં જીવથી ક્ષાયિક સમકિત લેવાનું પરાક્રમ થઈ જાય છે. તેમાં શ્રી સદ્ગુરુનો સાથ અને પ્રેરણા
૩૦