________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
હોવા છતાં છદ્મસ્થ દશાના ભાવફેરને કારણે તેમનાથી કલ્યાણ પામતા જીવોની સંખ્યામાં ઘણો મોટો તફાવત રહેલો જોવા મળે છે. તેથી આગળ વધતો જીવ કેટલા જીવો માટે ઉત્તમ કલ્યાણભાવ એવી શકે છે તેના આધારે તેનાથી વિકાસ પામતા જીવોની સંખ્યા તરતમતાવાળી થાય છે એ સમજાશે. આમ અન્ય જીવોને વિકાસ કરવામાં સહાયરૂપ થવા માટે ઉચ્ચ આત્મદશા, જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મનો બળવાન ક્ષયોપશમ અને જીવો માટે બળવાન કલ્યાણભાવની સેવના એ ત્રણ ઘણાં ઉપયોગી લક્ષણો છે.
આ તત્ત્વની વિચારણા કરતાં એક બીજો સિધ્ધાંત પણ સમજાય છે કે જે આત્માએ સહુ જીવો માટે કલ્યાણભાવ વિશેષતાએ સેવ્યો હોય છે તેમને જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મનો ક્ષયોપશમ વિશેષતાએ અને ત્વરાથી પ્રાપ્ત થાય છે. કલ્યાણભાવના કરતી વખતે જીવ સંસારસુખની ભાવના કરતો અટકી જઈ, નિસ્પૃહતા કેળવી અન્ય જીવોના કલ્યાણની ભાવના કરે છે. આમ કરવાથી તેને સંસારસુખનો મોહ અને સંસારની સુખબુદ્ધિ તે સમયે વર્તતી નથી, અથવા તો તેની માત્રા ઘણી અલ્પ થઈ જાય છે; પરિણામે તેને જ્ઞાનાવરણનાં નવાં બંધ ઘણા ઓછાં થઈ જાય છે. આ ઉપરાંત જે જીવો માટે તે આત્મકલ્યાણ કરે એવી ભાવના ભાવે છે તેમની સાથેના શુભ ઋણાનુબંધ બંધાય છે અને પૂર્વકૃત જો અશુભ બંધ હોય તો તેનો નાશ કે તેની અલ્પતા થઈ જાય છે. તેથી આત્મભાવક જીવનાં નિમિત્તથી અન્ય જીવનું કલ્યાણ થાય એવા નવીન કર્મબંધ બંધાય છે. પરિણામે કલ્યાણકારક કર્મનો ઉદય થાય ત્યારે તે કલ્યાણકાર્ય કરવા પ્રવૃત્ત થાય. એ વખતે ઉપદેશકને જ્ઞાનાવરણનો યોગ્ય ક્ષયોપશમ હોય તો જ તે શિષ્યને યથાર્થ માર્ગદર્શન આપી શકે. આ ક્ષયોપશમ જીવને સંસારસુખનાં નિસ્પૃહપણાથી અથવા તો સંસાર સુખબુદ્ધિના નાશથી પ્રગટતો જાય છે, અને તેના આધારથી માર્ગદર્શક ગુરુ યથાર્થ માર્ગદર્શન આપી શકે છે. આ રીતે વર્તવાથી ગુરુ કલ્યાણ કરવા દ્વારા પૂર્વે નિબંધન કરેલાં કલ્યાણકાર્ય કરવાના કર્મની નિર્જરા પણ કરતા જાય છે. અને ગુરુ તથા શિષ્ય બંને આત્મદશામાં આગળ વધવા માટેનાં નિમિત્તો મેળવી, તેનો સદુપયોગ કરી માનવજીવનને
૩૪૯