________________
કેવળી પ્રભુનો સાથ
ઘટે તે સ્પષ્ટપણે સમજાતું જાય છે. આમ શ્રી ગુરુનો આ બંને કર્મનો ક્ષયોપશમ વિશેષ હોય તો તેમને માર્ગની યથાર્થ જાણકારી અને શિષ્યની જરૂરિયાતનો યથાર્થ લક્ષ આવતો હોવાથી, તેઓ શિષ્યને સ્પષ્ટતા તથા સચોટતાથી માર્ગદર્શન આપી આગળ વધવામાં ખૂબ સહાય કરી શકે છે. જો ગુરુની સમજણમાં કે સ્પષ્ટતામાં ખામી હોય તો શિષ્યને મળતાં માર્ગદર્શનમાં પણ એ ખામી પ્રતિબિંબિત થયા વિના રહેતી નથી. અને એટલી માત્રામાં શિષ્યનો પુરુષાર્થ ઉત્તમ હોય તો પણ રુકાવટ થાય છે. વળી, માર્ગની સમજ લેવા માટે જેટલા ક્ષયોપશમની જરૂર છે તેનાં કરતાં વિશેષ ક્ષયોપશમની જરૂરિયાત માર્ગની સમજ આપવા માટે રહે છે, આ સહુ કોઈ અનુભવી શકે એવી વાત છે. તેથી શ્રી ગુરુનો જેટલો બળવાન ક્ષયોપશમ તેટલો વિશેષ લાભ શિષ્યને થાય છે.
શ્રેષ્ઠ આત્મદશા અને ઉત્તમ જ્ઞાન દર્શનના ઉઘાડની સાથે શ્રી ગુરુએ અન્ય જીવો માટે સેવેલો કલ્યાણભાવ પણ એટલો જ ઉપકારી છે. જો ગુરુએ અન્ય જીવો માટે કલ્યાણભાવ સેવ્યો ન હોય તો તેઓ સાથે તેમને સાથ આપી શકે એવો શુભ સંબંધ સ્થપાઈ શકતો નથી. જેટલા જીવો માટે કલ્યાણભાવનું વેદન કર્યું હોય તે વર્તુળના જીવો જ તેમની પાસેથી પોતપોતાની પાત્રતા અનુસાર યોગ્ય માર્ગદર્શન મેળવવા ભાગ્યશાળી થાય છે, એ વર્તુળ બહારના જીવો યોગ્ય સાથ પામી શકતા નથી. આથી શ્રી ગુરુના કલ્યાણભાવનું ફલક જેટલું વધારે વિસ્તૃત હોય અને ઉત્કૃષ્ટ માત્રામાં હોય તેટલા વિશેષ જીવો તેમની ઉચ્ચ આત્મદશા અને બળવાન જ્ઞાનાવરણ દર્શનાવરણ કર્મના ક્ષયોપશમનો લાભ લઈ શકે છે. કારણ કે ગુરુ સાથે જેટલી વધુ વ્યક્તિને શુભ ઋણાનુબંધ હોય તેટલી વધારે વ્યક્તિ તેમનામાં પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા કેળવી આત્મવિકાસ સાધી શકે છે; કલ્યાણ પામી શકે છે. આ હેતુથી જેમણે જગતના તમામે તમામ જીવો માટે કલ્યાણ ભાવ સેવ્યા છે તેવા શ્રી અરિહંત પ્રભુ અને ગણધર પ્રભુ ઉત્તમ ગુરુ થવાને શક્તિમાન છે. શ્રી તીર્થકર પ્રભુની સરખામણીમાં શ્રી કેવળી પ્રભુએ અલ્પ સંખ્યાના જીવો માટે અને ઊતરતી માત્રામાં લ્યાણના ભાવ કર્યા હોય છે, તેથી અરિહંત અને કેવળી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યની અપેક્ષાએ સમાન
૩૪૮