________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
યોગ્ય ગુરુની પરખ કરવા માટે, ગુરુની સમર્થતા સમજવા માટે શિષ્ય આટલા અંગો વિચારવા જોઈએ. (૧) સદ્ગુરુએ પ્રાપ્ત કરેલી આત્મશુદ્ધિની માત્રા. (૨) સદ્ગુરુએ કરેલો જ્ઞાનાવરણ તથા દર્શનાવરણનો ક્ષયોપશમ. અને (૩) શ્રી સદ્ગુરુએ સેવેલા જગતજીવો પ્રત્યેના કલ્યાણભાવની માત્રા.
આત્મશુદ્ધિની માત્રા એટલે મોહનીય કર્મનો ક્ષયોપશમ. જેમ જેમ મોહનીય કર્મનો ક્ષયોપશમ વધતો જાય છે તેમ તેમ જીવનું નિસ્પૃહપણું પણ વિશેષ થતું જાય છે, એટલે કે જીવ જગતનાં શાતાના ઉદયો મેળવવા તથા ભોગવવા બાબત નિસ્પૃહ થતો જાય છે. તેને જગતની સુવિધાઓ વિશેષ હો, અલ્પ હો કે ન હો તે માટેની નિરાસક્તિ ચડતા ક્રમમાં વધતી જાય છે. જીવને જગત સંબંધી જેમ જેમ નિરાસક્તિ વધે તેમ તેમ આત્મશુદ્ધિ કરવાની લગની પણ વધે છે, અને તેમાંથી નિષ્પન્ન થતાં સુખની અનુભૂતિને કારણે સર્વ જીવો આવા સુખને પામે એવી કલ્યાણભાવના પણ જન્મ પામી વિસ્તૃત તથા ઊંડી થતી જાય છે. આ રીતે જગત સંબંધી નિરાસક્તિ વધતી જાય તેમ તે જીવ સ્વકેંદ્રથી છૂટી સમષ્ટિનાં કલ્યાણની પ્રવૃત્તિ વિશેષ સમર્થતાથી કરી શકે છે. આ કારણથી શ્રી ગુરુની આત્મદશા જેટલી ઊંચી હોય, તેટલી તેમની નિસ્પૃહતા વધારે રહેતી હોવાથી શિષ્યનું કલ્યાણ કરવાની શક્તિ પણ વધી જાય છે.
શ્રી ગુરુએ મેળવેલી આત્મશુદ્ધિ સાથે તેમણે કરેલો જ્ઞાનાવરણ તથા દર્શનાવરણનો ક્ષયોપશમ પણ એટલો જ ઉપકારી છે. કારણ કે જ્ઞાનાવરણના ક્ષયોપશમથી જીવને માર્ગની આંતરબાહ્ય જાણકારી આવે છે. જેમ જેમ આવરણ તૂટતાં જાય તેમ તેમ આગળ વધવા શું કરવું તેની ભેદ રહસ્ય સાથેની જાણકારી જીવને મળતી જાય છે. અને દર્શનાવરણ કર્મના ક્ષયોપશમથી દૃષ્ટિ વિશુદ્ધ થતી હોવાથી જે જોયું છે તેની સ્પષ્ટતા જીવને આવતી જાય છે. જ્યારે આત્મશુદ્ધિ સાથે જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મનો ક્ષયોપશમ વધે છે ત્યારે જીવને સામા જીવની આત્મસ્થિતિનો ખ્યાલ આવે છે, તેને વિકાસ પામવા શું કરવું જરૂરી છે તેની જાણકારી મળતી જાય છે, અને તેના જગત પ્રતિના મોહને તોડવા ક્યાં પગલાં લેવાં
૩૪૭