________________
કેવળી પ્રભુનો સાથ
સફળ કરતાં જાય છે. આ પરથી ગુરુને માટે આત્મશુદ્ધિ, જ્ઞાનાવરણ દર્શનાવરણની ક્ષીણતા તથા કલ્યાણભાવનું સમર્થપણું હોવાં એ કેટલાં જરૂરી છે તે સમજાય છે. આ સર્વની જેટલા પ્રમાણમાં ઉત્કૃષ્ટતા તેટલા પ્રમાણમાં સદ્ગુરુ અન્યનું કલ્યાણ કરી શકે છે. | સર્વજ્ઞ પ્રભુના સંબંધમાં પણ પૂર્વના કલ્યાણભાવના ફેરને કારણે, તેમના દ્વારા થતા કલ્યાણકાર્યમાં તફાવત જોવા મળે છે. ઉદા. સામાન્ય કેવળી પ્રભુ કરતાં શ્રી અરિહંત પ્રભુથી અનેક ગણા જીવોનું કલ્યાણ થતું જોવામાં આવે છે. જે આત્માએ ઉત્કૃષ્ટતાએ જીવ સમસ્ત માટે કલ્યાણભાવ વેદ્યો છે, જ્ઞાન દર્શન તથા ચારિત્રની વિશુદ્ધિ કરવા બળવાન પુરુષાર્થ કર્યો છે તે આત્મા તીર્થંકરપદ પ્રાપ્ત કરીને ઘણી મોટી સંખ્યાના જીવોનું કલ્યાણ કરે છે. જીવના અભવિપણાને ભવિપણામાં પલટાવવાનું સર્વોત્તમ કાર્ય માત્ર અરિહંત પ્રભુ જ કરી શકે છે; એ જીવને નિશ્ચયથી વ્યવહાર સમકિત સુધી દોરી જવાનું શ્રેષ્ઠ કૃત્ય પણ તેમના વિના કોઈ કરી શકતું નથી. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તથા વીર્યની અપેક્ષાએ શ્રી કેવળીપ્રભુ તેમની સમાન કક્ષાએ વિરાજતા હોવા છતાં પૂર્વના ન્યૂન કલ્યાણભાવને કારણે આ કાર્ય કરતા નથી, પરંતુ તે પછીના સર્વ વિકાસ માટે જીવને એવો જ સાથ આપી સમૃદ્ધ કરી શકે છે. નિશ્ચયથી વ્યવહાર સમકિત પામ્યા પછીના સર્વ વિકાસમાં જીવને જ્યાં જ્યાં શ્રી તીર્થંકર પ્રભુ, ભાવિ તીર્થકર (જેણે તીર્થકર નામકર્મ બાંધ્યું હોય પણ તે કર્મ ઉદયમાં ન આવ્યું હોય તેવા બળવાન ક્ષયોપશમી પુરુષ) કે કેવળીપ્રભુ નિમિત્ત બને ત્યાં ત્યાં જીવનો વિકાસ ઝડપથી અને ઉત્તમ પ્રકારે થાય છે.
બીજી બાજુ છદ્મસ્થ અવસ્થામાં જીવને આત્મશુદ્ધિની સાથોસાથ જેટલો બળવાન કલ્યાણભાવ ગૂંથાયો હોય તેટલી બળવાન સહાય તે અન્ય જીવોને આગળ વધવા માટે કરી શકે છે. આ રીતે કોઈ ઉત્તમ આત્મા પાસેથી યોગ્ય પ્રેરણા લઈ અનેક ભવ સુધી જીવ સમસ્તના કલ્યાણની ભાવના કરે છે, તે જીવ વેદેલા ઉત્તમ ભાવને કારણે ભાવિમાં ગણધરપદ ધારણ કરવા સુધી જાય છે. આમ જીવ સમસ્ત માટે અનેક ભવ સુધી કલ્યાણના ભાવ વેદનારમાંથી કોઈક તીર્થકર થાય છે અને કોઈક ગણધર થાય
૩૫૦