________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
છે. આ જગ્યાએ આપણને જરૂર એવો પ્રશ્ન સંભવે કે જીવના કલ્યાણભાવમાં એવો તે કયો ફેરફાર રહેલો છે કે જેને લીધે એક જીવ તીર્થકર થાય છે અને બીજો જીવ ગણધર થાય છે! બંનેને કલ્યાણભાવનું ઉત્કૃષ્ટપણું તો છે જ.
તીર્થકર અને ગણધર જેવો પદવીભેદ થવાનું રહસ્ય બંનેના કલ્યાણભાવના પ્રકારમાં રહેલું જોવા મળે છે. બંનેના કલ્યાણભાવના પ્રકારમાં ફરક રહેવાનું મૂળ રહસ્ય તેઓ કોના નિમિત્તે નિત્યનિગોદમાંથી બહાર નીકળ્યા છે તેમાં જોવા મળે છે. સિદ્ધ થતા તીર્થંકર પ્રભુનાં નિમિત્તથી નિત્યનોગોદમાંથી બહાર નીકળનાર જીવ ભાવિમાં તીર્થકર થાય છે, અને ગણધરનાં નિમિત્તથી બહાર નીકળનાર જીવ ભાવિમાં ગણધર થાય છે. તેઓ બંનેને સિદ્ધ થતા આત્માથી જે વીર્યનું દાન મળે છે, તેના અનુસંધાનમાં તેના ભાવિના ભાવોનું ઘડતર થાય છે. અને ભાવોનો ભેદ બંનેના છેલ્લા આવર્તનમાં સ્પષ્ટ બને છે.
છેલ્લા આવર્તનમાં શ્રી તીર્થંકર પ્રભુનો જીવ લગભગ અંતિમ ૨૫૦ ભવમાં જીવ સમસ્તના કલ્યાણના ભાવ શરૂ કરી ઉત્કૃષ્ટતા સુધી લઈ જાય છે. આ ભાવ તેમને સ્વયં જ પ્રગટયા હોય છે, તેમાં સહજતાએ જીવો પ્રતિનો મૈત્રીભાવ વિકસતો જાય છે, વેરભાવ તૂટતો જાય છે. અને કલ્યાણભાવ વેદવામાં તે જીવમાં કર્તાપણાનો માનભાવ હોતો નથી. સહુ જીવનું ત્વરાથી કલ્યાણ થાય એ ભાવ સ્પષ્ટ થતો જાય છે, પણ કલ્યાણમાં પોતે નિમિત્ત બને કે પોતાના થકી જીવોનું કલ્યાણ થાય એવા ભાવનો અભાવ હોય છે. કોઈ પણ સમર્થ આત્મા સર્વ જીવોનું કલ્યાણ કરો એવી નિસ્પૃહવૃત્તિ તેમના આત્મામાં પ્રવર્તતી હોય છે. આવો કર્તુત્વપણાના ભાવ રહિતનો કલ્યાણભાવ જીવને તીર્થકર નામકર્મ બાંધવા પ્રતિ દોરી જાય છે. તીર્થકર પ્રભુને નામકર્મ બાંધ્યા પછી કલ્યાણભાવ ધુવબંધી થઈ જાય છે. અને તેનાં ફળ રૂપે તેમના દ્વારા થતી કલ્યાણકાર્યની પ્રવૃત્તિ ભાવથી સંપૂર્ણપણે અકર્તા થયા પછીથી જ, એટલે કે સર્વજ્ઞ થયા પછી જ ઉદયમાં આવે છે.
આના પડછામાં જે આત્મા આવા ભાવિ તીર્થંકર પાસેથી પ્રેરણા લઈ, જીવ સમસ્તનું કલ્યાણ થાય એવા ભાવ કરતાં શીખે છે, અને તેને ઉત્કૃષ્ટતા સુધી લઈ
૩પ૧