________________
કેવળી પ્રભુનો સાથ
જવાનો પુરુષાર્થ કરે છે, તેની કલ્યાણભાવનામાં ગુપ્તપણે કર્તાપણું સમાયેલું હોવાથી તે જીવ ગણધર નામકર્મ બાંધે છે. તે જીવમાં કલ્યાણકાર્ય કરવામાં પોતાનો ફાળો મહત્ત્વનો હોય એવી ભાવના સુષુપ્તપણે પડેલી જ હોય છે, અને કલ્યાણભાવનું જોર વધવા સાથે તેનું પ્રગટપણું પણ ધીમે ધીમે થતું જાય છે. વળી ગણધરના જીવને તીર્થકરના જીવ સાથે ૧૫૦ થી ૨૦૦ ભવ સુધીનો શુભ સંબંધ રહેતો હોવાથી તેમની અસર નીચે ગણધરનો જીવ સહુ જીવ માટેનો કલ્યાણભાવ વેદતો રહે છે. અને આ કલ્યાણ જલદીથી થાય તો સારું એવી થોડી અધીરજ પણ તેનામાં વેદાતી હોય છે. આથી, ગણધરના ભાવમાં કર્તાપણાનો સૂમતાએ રહેલો ભાવ તથા છદ્મસ્થ અવસ્થાની સૂક્ષ્મ અધીરજ તે જીવને ગણધર નામકર્મનાં બંધન પ્રતિ દોરી જાય છે. આ બંને કારણોને લીધે તેઓ ઈચ્છેલું કલ્યાણકાર્ય છબસ્થ અવસ્થામાં જ, પૂર્ણ થયા પહેલાં શ્રી તીર્થકર પ્રભુનું માર્ગદર્શન લઈ શરૂ કરે છે. શ્રી પ્રભુ સાથેના ભવોભવના શુભ સંબંધને કારણે તેઓનું પૂર્ણપણે જોઈ, ગણધર પ્રભુ તીર્થંકર પ્રભુની પૂર્ણ આજ્ઞામાં રહી વર્તે છે, અને ગણધર પદનો ઉદય થતાં, પ્રભુની નિશ્રામાં સર્વસ્વ સોંપી, કલ્યાણ કાર્યના અકર્તા થઈ, આજ્ઞાધીનપણે પ્રવૃત્તિ આદરે છે. ગણધર પદ નિકાચીત થયા પછી તે પદનો જ્યારથી ઉદય થાય છે ત્યારથી તેમનો કલ્યાણભાવ ધુવબંધી થાય છે. તે પહેલાં તેમના કલ્યાણભાવમાં ઘણું તરતમપણું પ્રવર્તતું હોય છે. ગણધરપદ ધારણ કરી જ્યારે જીવ શ્રી તીર્થકર પ્રભુનો શિષ્ય થાય છે ત્યારે તેને મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ એ ચાર જ્ઞાન, ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું, ચૌદ પૂર્વધારીપણું, અને અનેક લબ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થઈ વધતાં જાય છે. આ સર્વ જ્ઞાન તથા આત્મદશાનો સદુપયોગ, શ્રી પ્રભુની આજ્ઞામાં રહી ગણધરપ્રભુ જીવોનું કલ્યાણ કરવામાં કરે છે. જ્યારે તેઓ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે છે ત્યારે તેમને આ પદનો ઉદય પૂરો થઈ જાય છે, અને તેઓ કેવળ પ્રભુ થઈ પર્ષદામાં બિરાજે છે. આમ છતાં અન્ય સામાન્ય કેવળીપ્રભુ કરતાં ઘણું વિશેષ કલ્યાણકાર્ય ગણધર કેવળી કરતા હોય છે. તેમનામાં માત્ર છમસ્થ દશાની અપેક્ષાએ કલ્યાણકાર્યની અલ્પતા જોવા મળે છે.
૩૫૨