________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
શ્રી તીર્થકર કે ગણધર પ્રભુની સરખામણીમાં ઓછો અને અન્ય સામાન્ય જીવોના પ્રમાણમાં ઘણો વધારે કહી શકાય એવો કલ્યાણભાવ જે આત્માઓએ વેદ્યો હોય તેઓ શ્રુતકેવળી, ચૌદ પૂર્વધારી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચર્ચાવાદી વિજય આદિ પદવીના ધારક બની પંચપરમેષ્ટિ પદમાં સમાવેશ પામે છે. તેમનો જે પ્રકારનો અને જે પ્રમાણનો કલ્યાણભાવ હોય તેને અનુરૂપ પરમાર્થ પદવીની તેમને પ્રાપ્તિ થાય છે. આવી પદવીઓની પ્રાપ્તિ કરવા માટે તેમણે સેવેલા કલ્યાણભાવ ઉપરાંત તેમણે કરેલા પુરુષાર્થની શ્રેષ્ઠતા એટલી જ અગત્યની છે. તેઓ જેવા સમર્થ ગુરુની નિશ્રામાં આરાધન કરે છે, તેવી સમર્થતા પુરુષાર્થ કરવા માટે કેળવી શકે છે. જેમકે ઉત્તમોત્તમ પુરુષાર્થી જીવના સાનિધ્યમાં જે જીવ પુરુષાર્થ કરે છે તે જીવ ધારે તો ઉત્તમોત્તમ પુરુષાર્થી થઈ શકે, એ જ રીતે મધ્યમ પુરુષાર્થી જીવના સાનિધ્યમાં આરાધન કરનાર સામાન્યપણે મધ્યમ પુરુષાર્થ થાય છે, પરંતુ અતિ પરિશ્રમ કરી ઉત્તમ પુરુષાર્થી થઈ શકે ખરો; એવા સંજોગોમાં તેને ગુરુના ગુરુ જે ઉત્તમ પુરુષાર્થી હોય તેમની સહાય મળતી હોય છે. અને મંદ પુરુષાર્થીના નિકટવર્તી મંદ પુરુષાર્થી થાય છે. આ રીતે ગુરુના ઉગ્ર મંદ પુરુષાર્થની અસર શિષ્ય પર પડે છે, અને તેમાં શિષ્ય પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કે દુરુપયોગ કરી પોતાના પુરુષાર્થને વધુ ઉગ્ર કે વધુ મંદ કરી શકે છે.
છદ્મસ્થ પંચપરમેષ્ટિમાં શ્રી ગણધર પ્રભુ સર્વોત્તમ પુરુષાર્થી હોય છે. તેઓ સતત સ્વાર કલ્યાણમાં રત બની કર્મ સામેની લડાઈમાં સતત જય મેળવતા રહે છે. તેઓ આચાર્યના ૩૬ ગુણો ઉત્તમતાએ ધરાવે છે, અને સહજતાએ પોતાનાં ચારિત્રને અણિશુદ્ધ બનાવતા જાય છે. તેમના પછીના ક્રમમાં અન્ય પદવીધારી આચાર્ય બળવાન ઉપકારક તરીકેનું કાર્ય કરે છે. તેઓ જગતના ઇચ્છુક જીવોને પોતાના આચાર, ક્ષયોપશમ, કલ્યાણભાવ અને અપૂર્વ વાણીથી ઘણો ઘણો લાભ આપતા રહે છે.
જગતજીવો પર ઉપકાર કરવાના ક્રમમાં આચાર્યજી પછી ઉપાધ્યાયજી આવે છે. તેઓ શ્રી સર્વજ્ઞ પ્રભુનો જે બોધ ગ્રંથસ્થ થયો હોય છે તે શાસ્ત્રોનો અભ્યાસ કરે
૩૫૩