________________
કેવળી પ્રભુનો સાથ
છે અને કરાવે છે. તેઓ છઠ્ઠા તથા સાતમા ગુણસ્થાનની વચ્ચે મુનિ અવસ્થામાં ઝૂલતા હોય છે. તેમની કલ્યાણભાવના શ્રી આચાર્યજી કરતાં કંઈ અંશે મંદ કહી શકાય, પરંતુ તેઓ પરકલ્યાણ કરવાની પ્રવૃત્તિમાં આચાર્યજી કરતાં વિશેષ સરાગી હોવાથી તેઓ ચોથા પાંચમા ગુણસ્થાને વર્તતા શ્રાવક શ્રાવિકાને તથા છઠ્ઠા ગુણસ્થાને રહેલા સાધુસાધ્વીજીને ચારિત્ર પાલન કરવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. ઘણીવાર પરકલ્યાણની ભાવનાને તેઓ વિશેષ મહત્ત્વ આપી સ્વકલ્યાણને ગૌણ પણ કરતા હોય છે. આથી તેમનાં નિમિત્તે માર્ગાનુસારી જીવો માર્ગ પામવાની પાત્રતાને જલદીથી ખીલવવા ભાગ્યશાળી બને છે.
છેવટમાં સહુ જીવનું કલ્યાણ ઇચ્છનારા સાધુસાધ્વીજી અનેક અજ્ઞાની મનુષ્યોને તથા શ્રાવક શ્રાવિકાને સન્માર્ગે આગળ વધવામાં માર્ગદર્શક બની સહાય કરે છે, અને સહુ જીવોને સન્માર્ગે પાત્રતા વધારવા તેઓ પોતાના સરાગીપણાનો સદુપયોગ કરતા રહે છે. તેઓ શ્રી આચાર્યાદિ સફળ ઉત્તમ સાધકો પાસેથી માર્ગદર્શન મેળવી જગતના સામાન્ય જીવોને વૈરાગ્યાદિ કેળવવામાં ઘેરો સાથ આપી ધર્મસન્મુખ કરવામાં અગત્યનો ફાળો આપે છે, અને પોતા સમાન ધર્મી બનાવવા પ્રયત્નવાન રહે છે. આ વિકાસ કરાવવામાં તેમનો ફાળો પ્રત્યક્ષ તથા નોંધનીય બની રહે છે.
આ રીતે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો જગતજીવોને આગળ વધારવામાં જે નોંધનીય ફાળો છે તેનું પૃથક્કરણ કરીએ તો આપણને સમજાય છે કે તેઓ સર્વ જીવોની સાથેના પૂર્વ સંબંધોને ગૌણ કરી સહુ માટે શુભ કલ્યાણભાવ વેદીને પંચપરમેષ્ટિ પદમાં સ્થાન પામ્યા છે. આમ હોવાથી ધર્મવિમુખ જીવોને વૈરાગ્યાદિ ઉત્પન્ન કરવામાં સાથ આપી શ્રી સાધુસાધ્વીજી સામાન્ય જનને ધર્મસન્મુખ કરી પાત્રતા કેળવવાનું ઉત્તમ નિમિત્ત આપી પોતાનું કર્તવ્ય બજાવે છે, અને તેમ કરવામાં તેમની સાથેના પૂર્વના અશુભ કે શુભ સંબંધ હોય તેની વિચારણા છોડી દઈ સમાન કલ્યાણભાવ વેદનાનો સ્તુત્ય પ્રયત્ન કરતા હોય છે. અને સામાન્ય જન સાચા શ્રાવક શ્રાવિકા કે સાધુસાધ્વી થઈ ઉપાધ્યાયજીનો સાથ મેળવવા ભાગ્યશાળી થાય છે, તેમને માટે
૩૫૪