________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
શ્રી ઉપાધ્યાયજી પરકલ્યાણને મહત્ત્વ આપી શ્રી પ્રભુના બોધેલા માર્ગનો અભ્યાસ કરવા તથા કરાવવા શાસ્ત્રાભ્યાસમાં ગૂંથાઈ શકે તેવી પાત્રતા આપી પોતાનાં કર્તવ્યને પૂર્ણ કરે છે. અને તેમ કરવામાં તેઓ તેમની સાથેના અંગત અશુભ સંબંધનો પણ લક્ષ રાખતાં નથી, સહુ સાથે શુભ સંબંધ કેળવાતો જાય એવી વર્તના તેઓ સ્વીકારતા જાય છે. આમ થવાથી શ્રી ઉપાધ્યાયજી તેમજ અન્ય જીવોની મોક્ષમાર્ગના આરાધન માટેની પાત્રતા ખીલતી જાય છે. આ રીતે આચાર વિચારની શુદ્ધિ દ્વારા પાત્રતા વધારી આરાધક શ્રી આચાર્યના સાથને સ્વીકારવા જેટલો સમર્થ થાય છે, અને આચાર્યજીના ઉત્તમ આચારવિચારને પાળી તેમની નિશ્રાનો સદુપયોગ કરી જીવ આત્મશાંતિ તથા આત્મશુદ્ધિ વધારી શકે છે. આચાર્યજી પોતાનો સર્વ જીવ સાથેનો સદ્ભાવ મુખ્યતાએ વર્તન દ્વારા પ્રગટ કરતા હોય છે, પરિણામે પ્રત્યક્ષ અનુભવનાં જ્ઞાનનો લાભ લઈ જીવ વિકાસ વધારે છે. તે જીવની પાત્રતા વધતાં યોગ્ય કાળે તે જીવ ઉત્તમ આચાર્ય કે શ્રી ગણધરના ઉત્તમ કલ્યાણભાવ સ્વીકારી શકે અને તેમની છાયામાં વીતરાગતા વધારી શકે એવો સમર્થ થાય છે. ગણધરના આવા કલ્યાણભાવ શ્રી તીર્થંકર પ્રભુ પાસેથી આવેલા હોય છે, અને તે દ્વારા સાધક જીવ પોતાના અન્ય જીવો માટેના કલ્યાણભાવને ઉત્કૃષ્ટતાએ પહોંચાડવાની ભાવના તથા સામર્થ્ય જલદીથી મેળવી શકે છે. આ સામર્થ્ય તથા મળેલી વીતરાગતાનાં ફળરૂપ તે આરાધક જીવ શ્રી તીર્થકર પ્રભુનાં કલ્યાણનાં સજીવ પરમાણુઓ મેળવવાનો યોગ મળે તો જીવંત રસથી ભરપૂર પરમાણુઓ રહી શકે છે, અને એવો યોગ ન હોય તો શ્રી તીર્થકર પ્રભુએ પૂર્વકાળમાં છોડેલા અને વર્તમાનમાં સુષુપ્ત બનેલા કલ્યાણનાં પરમાણુઓને સજીવન કરવાનું સામર્થ્ય મેળવી, તે પરમાણુઓને સક્રિય કરી પોતાના વિકાસ માટે સતત ઉપયોગ કરી શકે છે. આ કલ્યાણનાં પરમાણુઓ રહી સાધક જીવ ક્ષપક શ્રેણિએ જવાની પૂર્વ તૈયારી ત્વરાથી આરંભે છે. તે પરમાણુઓ જેમ જેમ સાધક પાસે એકઠા થતા જાય છે તેમ તેમ તેને સિધ્ધના પૂર્ણતાથી ભરેલા યોગ્ય કલ્યાણનાં પરમાણુની અગત્ય સમજાય છે, અને તેવાં પરમાણુ હવાની ક્ષમતા તે સાધક છઠ્ઠી સાતમાં ગુણસ્થાનથી પામતો જાય છે. આમ પ્રત્યેક આત્માના
૩૫૫