________________
કેવળી પ્રભુનો સાથ
અસર તેના પર પડતી નથી તેમજ કોઈનું પણ સાનિધ્ય તેને તે વખતે ઉપકારી થઈ શકતું નથી.
સામાન્ય સમજણથી પણ તારણ કાઢી શકાય છે કે શ્રેણિ સફળતાથી ચડવાનું કાર્ય કરવા યથાર્થ માર્ગદર્શન મળે નહિ અગર યોગ્ય પુરુષાર્થ થાય નહિ તો કાર્યની સિદ્ધિ આવી શકે નહિ. જે દશાએ જીવે સ્વચ્છંદને પૂર્ણતાએ યથાર્થ રીતે નાથવાનો છે તે દશાએ જીવે કરેલો એક સમયનો પ્રમાદ પણ તેનું પરિભ્રમણ વધારવા સમર્થ થઈ જાય છે. આ સ્વચ્છંદના નિરોધ માટે યોગ્ય માર્ગદર્શન તો જેમણે આત્માને પૂર્ણતાએ શુધ્ધ કર્યો છે તેવા શ્રી કેવળીપ્રભુ પાસેથી જ મળી શકે; કારણ કે સર્વ છદ્મસ્થ જીવોને તો પૂર્વાત્માની અપેક્ષાએ સ્વચ્છંદ પ્રવર્તે જ છે. અને જેને સ્વચ્છંદ પ્રવર્તતો હોય તે અન્યને સ્વચ્છંદ રહિત કેવી રીતે બનાવી શકે? તેથી શ્રેણિની પૂર્વ તૈયારી કરવા માટે શ્રી અરિહંત પ્રભુ કે કેવળીપ્રભુની સહાય અવશ્યની છે, એ સિવાય જીવ શ્રેણિ ઉપાડવા માટેનું સાચું બળ મેળવી શકતો નથી. શ્રી પ્રભુનો કલ્યાણભાવ પ્રત્યક્ષપણે વહેતો હોય ત્યારે તેમાંથી પ્રેરણા લઈ, એ ભાવ ગ્રહણ કરી જીવ પોતાનો પુરુષાર્થ ઉપાડી કર્મક્ષયની છેલ્લી ઉત્તમ પ્રક્રિયા કરી શકે છે, અને તેમ કરવામાં આવે ત્યારે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની સહાય કરાગત નીવડે છે.
આ પ્રક્રિયા કરનારાઓમાં એક અપવાદ છે, અને તે છે શ્રી તીર્થંકર ભગવાન. શ્રી તીર્થંકર ભગવાનના આત્માએ જીવ સમસ્તના કલ્યાણના ભાવ એટલા પ્રબળપણે ભાવ્યા હોય છે કે તેમને શ્રેણિ માંડતી વખતે અન્ય પૂર્ણ આત્માની પ્રત્યક્ષ હાજરીની કે સહાયની જરૂર પડતી નથી, તેઓ જ્યાં અન્ય તીર્થંકર ભગવાન બિરાજતા હોય (મહાવિદેહમાં સતત ઓછામાં ઓછા વીશ તીર્થંકર પ્રભુ બિરાજતા હોય છે), ત્યાં આહારક દેહે જઈ, આજ્ઞા લઈ આવે છે અને પછી સ્વયં પુરુષાર્થ ઉપાડી, સ્વયંબુધ્ધ બની, ક્ષપકશ્રેણીએ ચડી કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટાવી લે છે. જીવ સમસ્ત માટે સેવેલા ઉત્કૃષ્ટ કલ્યાણભાવને કારણે એમનું વીર્ય એટલું બધું પ્રકાશિત થયું હોય છે કે છેલ્લા પુરુષાર્થ વખતે તેમને અન્ય બાહ્ય સહાયની જરૂર રહેતી નથી, વળી, તેઓ સદ્ધર્મના પ્રભાવક હોવાથી ભરત કે ઐરાવત
૩૭૬