________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
ક્ષેત્રમાં તેમને સહાયક થાય એવા સમર્થ આત્માઓ ન પણ હોય એવું બને, પરંતુ શ્રી અરિહંત પ્રભુ સિવાયના સર્વ જીવો શ્રી સર્વજ્ઞ વીતરાગ પ્રભુનાં સાનિધ્યમાં જ શ્રેણિ માંડતા હોય છે.
ક્ષપક શ્રેણિનો આરંભ કરતા પહેલાં જીવનાં મનમાં એકત્વભાવના ખૂબ ઘૂંટાય છે. આ સંસારમાં પોતે એકલો છે, એકલાએ જ શાતા અશાતા વેદવાના છે, અને શાશ્વત સુખના ભોકતા પણ એકલાએ જ થવાનું છે. આમ સંસારના અનેકવિધ સ્વરૂપના પરચામાંથી સાર ગ્રહણ કરી એકત્વભાવનાને ખૂબ બળવાન કરી, અન્ય સંયોગની અસરથી મુક્ત થવાનો પુરુષાર્થ તે આત્મા કરે છે. આ એકત્વ ભાવનામાં બીજી બધી ભાવનાઓ એક યા બીજા સ્વરૂપે ગૂંથાઈ જાય છે. સાથે સાથે પાંચ પરમ ઈષ્ટ તત્વો તેનાં અંતરંગમાં પ્રકાશ પાથરે છે, પંચપરમેષ્ટિનો સામાન્ય અર્થ છે શ્રી અરિહંત પ્રભુથી શરૂ કરી સાધુસાધ્વીજી સુધીના જગતના સમસ્ત જીવોના કલ્યાણના વાંછનારા ઉત્તમ આત્માઓ. પરંતુ આત્મા જ્યારે શ્રેણિ માટેની પાત્રતા તૈયાર કરે છે, અને પંચપરમેષ્ટિએ કરેલા અનંત ઉપકારની સમજણ પામે છે ત્યારે “પંચપરમેષ્ટિ”નો ગૂઢ અને અતિગૂઢ અર્થ પણ તેનાં હ્રદયમાં પ્રકાશિત થાય છે.
શ્રી પંચપરમેષ્ટિ ભગવંત જગતજીવો માટે કલ્યાણભાવ વેદે છે, અને એ ભાવને ઉત્કૃષ્ટતાએ પહોંચાડવા તથા સ્વકર્મનો ક્ષય કરવા તેઓ પાંચ મહાવ્રતને ઉત્તરોત્તર ઉત્તમતાએ પાળતા જાય છે. આ પાંચે મહાવ્રતોનું ઊંડાણ તેમના આત્મામાં એવી રીતે પ્રગટ થાય છે કે એ પાંચ મહાવ્રત જ તેને માટે પરમ ઈષ્ટ બની જાય છે. આ પરમેષ્ટિનો સાથ શ્રેણિમાં આગળ વધતા આત્મા માટે મુખ્ય અવલંબન બને છે. સાધકને પાંચે વ્રતોનું પાલન હોય છે, તેમ છતાં પ્રત્યેક ગુણસ્થાને આત્મા એક મહાવ્રતને વિશેષે આરાધતો હોય છે.
શ્રેણિ માંડતા પહેલાં આત્મા સાતમા ગુણસ્થાને યથાપ્રવૃત્તિકરણ કરે છે, અર્થાત્ સર્વ ઘાતીકર્મોની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી નાની કરી નાખે છે. આ કાર્ય કરવામાં તેને અપરિગ્રહવ્રત ખૂબ ઉપકારી થાય છે. સંસારમાંથી કર્મરૂપ
૩૦૭