________________
કેવળી પ્રભુનો સાથ
પરમાણુઓ ગ્રહણ કરવા એ પરિગ્રહ છે આવા પરમાણુઓ ગ્રહણ ન કરવા તે સાધક માટે મુખ્ય પુરુષાર્થ છે. આ પુરુષાર્થ સફળતાથી કરવામાં આવે તો તેની નિર્જરા વધે છે અને આશ્રવ તૂટે છે. અપરિગ્રહવ્રતને સૂક્ષ્માતિસૂક્ષ્મ રીતે પાળે છે ત્યારે તે આત્મા આઠમા અપૂર્વ ગુણસ્થાને આવે છે. જે ગુણસ્થાને પ્રત્યેક સમયે આત્માની વિશુદ્ધિ અસંખ્યગણી થતી જાય છે.
આઠમા ગુણસ્થાને શુદ્ધિ વધતાં તેનો પુરુષાર્થ વેગ પકડે છે, અને તેને સફળતા અપાવવામાં પૂર્વે આરાધેલું બ્રહ્મચર્ય વ્રત સહાયે આવે છે. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મમાં ચરવું સ્વમાં એકરૂપ થઈ જવું. આવી સ્વરૂપસ્થિતિ નિર્મળ બનતાં આત્મા પોતાની શુદ્ધિ વધારે છે. અપરિગ્રહ વ્રતના પાલનમાં બ્રહ્મચર્ય વ્રતનું બળવાનપણું ઉમેરાવાથી પ્રતિ સમય જીવની વિશુદ્ધિ અસંખ્યગણી થતી જાય છે. આઠમા ગુણસ્થાનના અંત ભાગમાં શ્રેણિમાં રહેલા જીવોની વિશુદ્ધિ નોંધનીય થતી જાય છે.
—
ત્યાંથી વિકાસ કરી આત્મા નવમા અનિવૃત્તિબાદર ગુણસ્થાને આવે છે ત્યારે આત્માની વિશુદ્ધિ એક સરખા પ્રમાણમાં વધતી જાય છે. આ ગુણસ્થાને આત્મા અસ્તેયવ્રત ઉત્કૃષ્ટતાથી ધારણ કરે છે. સ્તેય એટલે ચોરી. અસ્તેય એટલે અચૌર્ય, સૂક્ષ્મ કર્મ પરમાણુઓ ગ્રહવા એ જગતના પદાર્થોની ચોરી જ છે. જેનાથી કર્મગ્રહણ થાય એવા કષાયભાવ આ ગુણસ્થાને સૂક્ષ્માતિસૂક્ષ્મ થતા જાય છે. અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની કષાયો હણાય છે, નવ નોકષાયનું અંતરકરણ થાય છે, અને નવમા ગુણસ્થાનને અંતે તે નવે નોકષાય હણાય છે, પરિણામે નવોકર્મબંધ નહિવત્ થઈ જાય છે.
આ આત્મા વિકાસ કરી દશમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાને આવે છે, આ ગુણસ્થાનની શરૂઆતમાં સંજ્વલન કષાયો હોય છે. તે સત્તાગત કર્મોનો ક્ષય કરવા માટે આત્મા સત્યવ્રતનો આધાર સ્વીકારે છે. સત્ય એટલે જે ત્રણે કાળ રહેવાની ક્ષમતા ધરાવે છે તે. દશમા ગુણસ્થાને આત્મા સત્યવ્રતનું પાલન એટલી સૂક્ષ્મતાથી કરે છે કે તેના અંતભાગમાં મોહનીય કર્મ મૂળથી જ છેદાઈ જાય છે. જ્યાં સુધી
૩૭૮