________________
પ્રાર્થના
હું જાણી શકું, તેનો ઉપયોગ કરી આત્માની પવિત્રતાને પૂર્ણતા સુધી પહોંચાડી શકું એવી ભાવના સિદ્ધ કરવા હું ઇચ્છું છું. આ સિદ્ધિમાં, પૂર્વ કાલે અણસમજમાં બાંધેલા આવરણો મને વિહ્નરૂપ થાય છે. તે કરેલાં સર્વ દોષો તથા આવરણો માટે આપની સાક્ષીએ પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માંગું છું. આપ સમર્થ પ્રભુ મારાં આવરણો તોડવામાં તથા પર પદાર્થોના ભોગવટામાં રહેલી સુખબુદ્ધિ ઘટાડવામાં કરુણા કરી મને સાથ આપો. આપની એ અસીમ કૃપાથી મારાં જ્ઞાન તથા સમજણ દિન પ્રતિદિન વધતાં જશે અને હું યથાર્થ રીતે મોક્ષમાર્ગનું આરાધન કરવા ભાગ્યશાળી થઈ શકીશ. જેનાં ફળ રૂપે આપની જેમ અતૂટ અને અપાર સહજાનંદ તથા સુખસ્વામી થવા હું સમર્થ બની શકીશ. આપે કરેલા અને ભાવિમાં કરવાના ઋણનો સ્વીકાર કરી, ખૂબ ભાવથી વંદન કરું છું.” ૐ શાંતિ.
કેટલીકવાર એવું બને છે કે જીવ શ્રી સદ્ગુરુ આશ્રયે આરાધના કરે છે ત્યારે ગુરુજી શિષ્યને સમજણ અર્થે શાસ્ત્રાધ્યયન, અમુક પદો કે વચનો મુખપાઠ કરવા જણાવે છે. તે પાછળ ગુરુનો આશય એવો હોય છે કે માર્ગની સમજણ વધારવા માટે શ્રી સત્પરુષોનાં વચનો, પદોનું અધ્યયન ઉપકારી થાય છે. ઉપરાંત વિશેષ ઉપકારી થાય તેવાં ગદ્યખંડો કે પદ્યપંક્તિઓ કંઠસ્થ કરવાથી તકના સમયે તે સ્મૃતિમાં આવી યોગ્ય વર્તન કરવા માટે મદદરૂપ થઈ પડે છે. આ આશયને લક્ષમાં લઈ શિષ્ય જ્યારે અધ્યયન કરે છે ત્યારે ઘણીવાર તેને એવો અનુભવ થાય છે કે એ વચનોનો લક્ષ્યાર્થ કે ગૂઢાર્થ સમજાવવા છતાંય યથાર્થ સમજાય નહિ, કદાચ એ વખતે સમજાય પણ ફરીથી વાંચે ત્યારે ભૂલાઈ ગયું હોય, પ્રિય પદ્યપંક્તિઓ કે સુવચનો કંઠસ્થ કરવા પ્રયત્ન કરે છતાં તે સર્વ વારંવાર સ્મૃતિમાંથી સરી જાય, ગુરુજીનો બોધ સાંભળે ત્યારે ખૂબ અસર થાય અને તેને સ્મૃતિમાં ગ્રહી રાખવા પ્રયત્નશીલ થવા છતાં થોડા જ કલાકોમાં વિસ્મૃતિનું વાદળું ફરી વળે, એટલું જ સ્મૃતિમાં રહે કે જે સત્સંગમાં મેં સાંભળ્યું હતું તે ખૂબ ઉપયોગી હતું, ... આવું આવું અનેકવાર બને ત્યારે એ જીવને ખૂબ ખિન્નતા અને ગ્લાનિ અનુભવવાં પડે છે, કારણકે ઇચ્છિત અને ઉપયોગીનો વિયોગ વેદવો
૨૫