________________
કેવળી પ્રભુનો સાથ
પડે છે. કેટલીકવાર જિજ્ઞાસુને એવો અનુભવ પણ થાય છે કે સુંદર બોધ સાંભળે ત્યારે તે ખૂબ આનંદ વેઠે, તેને લાગે કે મને બધું સમજાય છે, સ્મૃતિમાં પણ ગ્રહાયું છે; તેની શાતા પણ વેદે આમ છતાં અન્ય પાત્ર જીવ પાસે તેની અભિવ્યક્તિ કરવા જાય ત્યારે અનુભવાય કે પોતે લીધેલી સમજણ એ પાત્ર જીવ સમક્ષ યોગ્ય રીતે રજૂ થતી નથી. પરિણામે પાત્ર જીવને આત્માર્થે આનંદ આપી પોતાનો આનંદ બેવડાવવાની તેની તમન્ના છિન્નભિન્ન થઈ જાય છે અને તે ગ્લાનિની અનુભૂતિમાં સરી પડે છે. આવી વિવધ રીતે વેદવી પડતી જ્ઞાન સંબંધી અનેક મર્યાદાઓ (જેમકે સત્પુરુષોનાં વચનોના ગૂઢાર્થ સમજવાની ઈચ્છા હોવા છતાં કયારેક વાચ્યાર્થ પણ ન પકડાય; વાચ્યાર્થ મળે તો ગૂઢાર્થ ન સમજાય; કોઈ ગૂઢાર્થ સમજાવે ત્યારે લાગે કે સમજાયું છે, પણ તેની સ્મૃતિ ન રહે; કદાચિત સ્મૃતિ રહે અને બીજા સમક્ષ પ્રગટ કરવા જાય ત્યારે નિષ્ફળતા સાંપડે; યોગ્ય પદ્યપંક્તિઓ કે સુવચનો કંઠસ્થ કરવાની ઇચ્છા હોવા છતાં, વારંવાર પ્રયત્ન કર્યા પછી પણ સ્મૃતિગ્રાહ્ય ન થાય; અતિ પ્રયત્ને કંઠસ્થ થાય તો થોડા જ કાળમાં ફરીથી વિસ્તૃત થઈ જાય વગેરે વગેરે). આરાધક જીવને આ સ્થિતિ મોટા પ્રમાણમાં આંતરવેદના આપે છે, મુંઝવણમાં ડૂબાડે છે અને તેના ઉત્સાહને તોડવામાં સાથ આપે છે. જ્યારે આ પરિસ્થિતિ માટે વિચારણા કરીએ છીએ ત્યારે સમજાય છે કે આ બધો ઉત્પાત જીવે બાંધેલા જ્ઞાનાવરણીય કર્મને આભારી છે. ૫૨૫દાર્થમાં સુખબુદ્ધિ કેળવી જીવજ્ઞાનની અશાતના કરે છે ત્યારે આ કર્મની જાળમાં ફસાઈ ઉપ૨ વર્ણવેલી કોઈ ને કોઈ સ્થિતિમાં ઝડપાઈ જાય છે. પ્રત્યેક જીવને એક યા બીજી અવસ્થાએ આ અજ્ઞાન પરિષહ સમભાવથી વેદવાનો તથા તેનો જય ક૨વાનો પુરુષાર્થ કરવો પડે છે. વાંચન, મનન, ચિંતન, નિદિધ્યાસન વગેરે પરિષહ જયના સાધનો સાથે શ્રી પ્રભુને કરેલી પ્રાર્થના એ પણ બળવાન સાધન છે. આવી ભીડ સર્જાય ત્યારે જિજ્ઞાસુ શ્રી પ્રભુને આ પ્રમાણે પ્રાર્થી શકે
-
“શ્રી સર્વજ્ઞ વીતરાગ! આપ પ્રભુ સર્વ તત્ત્વની સમય સમયની ત્રિકાલિક વાત જાણી રહ્યા છો. આપનું એ નિરાવરણ જ્ઞાન મારામાં આપના પ્રતિ ખૂબ અહોભાવ પ્રગટાવે છે. તેના અનુસંધાનમાં મને વિચાર આવે છે
૨૬