________________
પ્રાર્થના
કે આપનાં કંઇક બોધવચનો મને સમજાતાં નથી, સમજાય છે તો ઉત્તમ રહસ્યાર્થ પકડાતો નથી, કદાચિત કોઈ વાચ્યાર્થ સહ રહસ્યાર્થ સમજાવે તો તેની સ્મૃતિ રહેતી નથી, સ્મૃતિ રહે તો ઝાંખી હોય છે, વળી એ રહસ્ય ખોલી અન્ય સાથે આનંદ માણી શકાતો નથી; આમ અનેક પ્રકારની મારી જ્ઞાનની અપૂર્ણતા મને, આપના જ્ઞાનના સંપૂર્ણપણા પ્રતિ સાશ્ચર્ય મીટ મંડાવે છે. આપના જેવી નિરાવરણ સ્થિતિ મેળવવાની મારી ઉત્સુકતા વધતી જાય છે. પરિણામે ભૂતકાળમાં જે જે અશુભ ભાવ તથા વર્તન કરી આવરણભરી સ્થિતિ મેં ઊભી કરી છે તેના માટે પશ્ચાત્તાપનો દરિયો ઘૂઘવવા લાગ્યો છે. પશ્ચાત્તાપનાં પુનિત વહેણમાં સ્નાન કરી, વિશુદ્ધ બની હું આપનાં બોધવચનોનો રહસ્યાર્થ સહિત વિશાળતાથી અર્થ સમજવા તથા સમજાવવા ભાગ્યશાળી બની, મારી જ્ઞાનપિપાસા છીપાવી શકું એવી કૃપા મારા પર વરસાવો. મારી સ્મૃતિ એટલી બળવાન કરો કે કોઈ અયોગ્ય ભાવ કે પ્રવૃત્તિ પ્રતિ મારો જીવ ખેંચાય ત્યારે આપના અનુપમ બોધવચનો મને સાચો આધાર આપી વિપરિણામથી બચાવી લે. આપની કૃપાના અવિરત ધોધમાં મહાલવાના અભિલાષ સાથે, નિર્મળ જ્ઞાનભરિત આપને સવિનય વંદન કરી કૃતાર્થતા અનુભવું છું.” ૐ શાંતિ.
અહીં વ્યક્ત કરેલા ભાવાનુસાર શ્રી જિનેશ્વર પ્રભુને જો નિયમિત પ્રાર્થનામાં આવે તો કાલાનુક્રમે તે જીવનાં આવરણો તૂટે અને તેને બોધ પ્રાપ્તિ, બોધની અર્થપ્રાપ્તિ, તેની સ્મૃતિ વગેરે વધતાં જાય. મળેલા બોધનું દઢત્વ થાય, આરાધન વધારવા માટે પ્રેરણારૂપ થાય, વિશુદ્ધિ પામવા માટે ઉત્સાહિત થવાય તે પ્રકારનાં દર્શનનો લાભ મળતો હોય તો સોનામાં સુગંધ ભળવા જેવું થાય. શ્રી જિનેશ્વર પ્રભુનાં, સિદ્ધ ભગવાનનાં, જિન મંદિરનાં, સદ્ગુરુનાં, આત્માનાં પ્રતીકરૂપ પ્રકાશનાં, ઉજ્જવળ રત્નોનાં, વગેરે શુભ તત્ત્વોનાં ભાસમાં દર્શન થાય તો આત્મામાં શાંતિ તથા શીતળતા રેલાય છે, એટલું જ નહિ પણ પોતે આદરેલા પુરુષાર્થને શ્રી ગુરુએ તથા શ્રી જિનપ્રભુએ સ્વીકાર્યો છે તેવી પ્રતીતિ પણ આવે છે; તે પ્રતીતિ તેના પુરુષાર્થને વેગવાન કરવામાં સાથ
૨
૭