________________
કેવળી પ્રભુનો સાથ
આપે છે. દર્શનાવરણ કર્મ જ્યારે ઉદયમાં હોય છે ત્યારે આરાધક આ પ્રકારના દર્શનલાભથી વંચિત બને છે. કદાપિ દર્શન થાય તો તે અત્યંત ઝાંખા હોય છે, જેની
સ્મૃતિ રહેવી કઠણ પડે છે. આવા શુભ દર્શનોથી વંચિત કરનાર પીડાકારી દર્શનાવરણ કર્મને હળવું કરવા જીવે પ્રયત્નવાન થવું જોઈએ. તે કર્મથી અડચણ પામતો જીવ શ્રી સદગુરુ આશ્રયે શ્રી પ્રભુને વિનવી શકે કે –
“હે નીરાગી ભગવંત! આપના સહજ શુદ્ધ નીરાગીપણાને મારા કોટિ કોટિ વંદન હો. પૂર્ણ વીતરાગપણે કેળવીને આપ પ્રભુ સમસ્ત લોકાલોકનું પ્રત્યક્ષ દર્શન સમયે સમયે કરી રહ્યા છો. આપનાં અનંત દર્શનને ધન્ય છે. આપની સરખામણીમાં મારી દૃષ્ટિ અત્યંત મર્યાદિત છે, તેનું કારણ મારું સરાગપણું છે. મારી રાગવૃત્તિ જગતના પદાર્થોમાં રમ્યા કરે છે, અને તે વૃત્તિને પોષવા મારાથી જે કોઈ પ્રવૃત્તિ થાય છે તેમાં એક થી પાંચ ઇન્દ્રિય સુધીનાં જીવો મારાથી દુભાય છે, કંઇકની મારાથી હિંસા થઈ જાય છે, અને મારો આત્મા દર્શનાવરણ કર્મના પંજામાં ભીડાય છે. આ પ્રકારની પ્રવૃત્તિથી થતાં બંધન મને આપના પવિત્ર દર્શનથી વિમુખ રાખે છે; એનું ભાન મને પશ્ચાત્તાપની જ્વાળામાં ખેંચી જાય છે. મારામાં ઉત્પન્ન થયેલી આ જ્વાળા મારી રાગવૃત્તિને, તેનાથી જન્મતી અશુભ પ્રવૃત્તિઓને બાળી નાખે એવી આપ સમર્થ પ્રભુ કૃપા કરો. હવેથી જગત પ્રતિની મારી લાલસા તૂટતી જાય, મારાથી કોઈને કષ્ટ પહોંચે નહિ એવું નિર્દોષ વર્તન મને પ્રાપ્ત થાય, અને શ્રી પુરુષના આશ્રયે પરમાર્થ માર્ગમાં સતત આગળ વધતો રહું એવી અંતકરણથી પ્રાર્થના કરી, અત્યંત વિનમ્રતાથી આપને વંદન કરું છું.” ૐ શાંતિ.
કેટલીક વખત એવું બને છે કે સત્સંગના યોગથી અથવા સપુરુષનાં સાનિધ્યમાં રહીને જીવની સન્માર્ગમાં સમજણ વધે છે, તેના પરમાર્થ ભણીના નિર્ણયો બળવાન થાય છે, એ રસમાં તરબોળ રહેવાના ભાવ દૃઢ થાય છે, અને કર્મનો એવો જોરદાર ઝપાટો લાગે છે કે તે જીવ આ સુયોગથી ફેંકાઈ જાય છે. તેવે વખતે સત્સંગ અને
૨૮