________________
કેવળી પ્રભુનો સાથ
તે માટે આપનો જેટલો ઉપકાર માનું તેટલો ઓછો છે. હે પ્રભુ! મારા પર એવી વિશેષ કૃપા કરો કે મળેલા યોગનો હું યથાર્થ લાભ લઈ શકું. પ્રત્યક્ષ યોગને પ્રમાણિત કરી, ગુરુજીના દાખવેલા માર્ગે ચાલી, ભવકટિ કરવા કટિબદ્ધ થઈ શકું. આપની કૃપાથી જે સુંદર યોગ મને મળ્યો છે. તેનો વિશેષ વિશેષ લાભ લઈ મારા દોષો ટાળી શકું અને તેનાથી ઉત્પન્ન થતાં વિઘ્નો ક્ષય કરી શકું. પ્રભુજી ! મારા પૂર્વકાલીન દોષો તથાં અંતરાયોની આપની સાક્ષીએ ક્ષમા ચાહું છું. એ સર્વ અશુભનો નાશ કરવા માટે મને સતત સાથ આપશો. આપશ્રી મને સપુરુષની કૃપાને પાત્ર તથા તેમના અંતરંગ સ્વરૂપને પામી શકું એવો બનાવશો, એ વિનંતિ સાથે આપને ખૂબ ભાવપૂર્વક સવિનય વંદન કરું છું.” ૐ શાંતિ.
અહીં દર્શાવ્યા પ્રમાણે સમાન ભાવથી ભરેલી પ્રાર્થના જો સુજ્ઞ જીવ નિયમિત રીતે કરે તો તેનામાં શાંતિ, દયા, ધીરજ, ક્ષમા આદિ ગુણો ક્રમે ક્રમે ખીલતા જાય છે; તે સત્પષના આશ્રયે અને માર્ગદર્શન સાથે સમકિત પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય છે. જેમ જેમ મોહ તૂટતો જાય છે તેમ તેમ ગુણો વિશેષતાએ ખીલતા જાય છે. તેથી વિશેષ ભાવના ઊંડાણવાળી પ્રાર્થના કરવાની શક્તિ તથા ભક્તિ જાગે છે. મોહનીય કર્મ હળવું બનતાં પ્રભુનાં દર્શન કરવાની, મોક્ષમાર્ગ વિશે યોગ્ય સમજણ મેળવવાની ઝંખના તેને થાય છે. પરંતુ તે કેમ કરવું તેની સ્પષ્ટતા તેને લાગતી નથી. સમજણનો અભાવ તેને મહેસુસ થાય છે. ત્યારે તેને ખ્યાલ આવે છે કે જ્ઞાનાવરણ કર્મ તેને પીડા પહોંચાડી રહ્યું છે. આ કર્મ તોડવા જીવ શ્રી સગુરુના આશ્રયે શ્રી સર્વજ્ઞ પ્રભુને પ્રાર્થના કરી સુવિધા પામી શકે. તે વિનવી શકે કે –
“શ્રી સર્વજ્ઞ વીતરાગ ભગવંત! આપે મારા પર કરેલા અનંતાનંત ઉપકારને અભિનંદુ છું. આપની કૃપા મને સતત અનુભવવા મળે તેવી વિનંતિ કરું છું. આપ પ્રભુ સર્વ પદાર્થને યથાર્થપણે જાણો છો; સર્વ ઇચ્છુક જીવોમાં એ શક્તિ પ્રગટ થાય તેવા શુભાશયથી આપે ઝળહળતો મોક્ષમાર્ગ કોઈ પણ પ્રકારના બદલાની આશા વિના પ્રકાશ્યો છે. તે મોક્ષમાર્ગને સમુચિતપણે
૨૪