________________
મંત્રસ્મરણ
અશુભ વર્તન, વૈષ આદિનો આશ્રય કરી અનેક નવાં વેર વધારી દે છે. આ રીતે જીવ હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ આદિના આશ્રયે એકથી પાંચ ઇન્દ્રિયોના જીવો સાથે શત્રુતા વધારે છે. પરિણામે પ્રત્યેક જીવ થોડી શાતા અને ઘણી અશાતા વેદે છે. શ્રી પ્રભુનો આત્મા આવી જ ઘેરાયેલી સ્થિતિમાં પોતાના શુભ ભાવોને સતત વધારતો રહે છે, સહુ સાથેની મિત્રતામાં સતત વૃદ્ધિ કરતો રહે છે અને છેવટે પૂર્ણ નિર્વેર સ્થિતિ સુધી તે પહોંચે છે. આ પ્રભુએ કરેલા મહાનકાર્યની સ્મૃતિ આપણને તેમના અરિહંતપણામાં જાગે છે. એ જ પ્રમાણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર સર્વ આત્મા પોતા તરફથી જીવ સમસ્ત પ્રતિ નિર્વેર બને છે. તેથી કેવળી બન્યા પછી તેઓને એક સમય માટે પણ અશાતા વેદવાનો પ્રસંગ આવતો નથી. શ્રી તીર્થકર પ્રભુની મહાનતા અહીં અટકતી નથી, તેઓ તેનાથી એક ડગ આગળ વધે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે તેઓ જીવ સમસ્ત પ્રતિ સદાકાળ માટે નિર્વેરી બને છે, એટલું જ નહિ પણ સર્વ જીવો તે સમયે વેર ત્યાગી શાતાના અનુભવમાં એક સમય માટે પ્રવર્તે છે, વળી તેમની છમસ્થાવસ્થામાં એવા એક એક સમય પણ આવે છે જ્યારે એમની નિર્વેરબુદ્ધિ એવી ટોચે પહોંચે છે કે સમસ્ત જીવરાશિ પણ વેરબુદ્ધિ ત્યાગી એક સમય માટે શાતાનો અનુભવ કરે છે. આપણને સહુને વિદિત છે કે શ્રી તીર્થંકર પ્રભુનો આત્મા જે સમયે ગર્ભમાં પ્રવેશે છે, જે સમયે ચરમદેહ ધારણ કરે છે, જે સમયે દીક્ષા ગ્રહણ કરે છે, જે સમયે કેવળજ્ઞાન ઉત્પન્ન કરે છે અને જે સમયે નિર્વાણ પ્રાપ્ત કરે છે ... એ પ્રત્યેક સમયે જીવ સમસ્ત એક સમય માટે શાતાનું વેદન કરે છે. જીવ શાતા ક્યારે વેદે? જ્યારે કોઈ સાથે વેરનો ઉદય ન હોય ત્યારે. તો જે જીવની નિર્વેરબુદ્ધિના બળવાનપણાને લીધે એક થી પાંચ ઇન્દ્રિય સુધીના તમામે તમામ જીવો એ સમયે અન્યોન્ય વેરબુદ્ધિ ત્યાગી શાતાનું વેદન કરે તે સમયની એ જીવની મહાનતા કેટલી હોવી જોઈએ? એમાં પણ પહેલા ત્રણ પ્રસંગે તો શ્રી પ્રભુનો આત્મા છમસ્થ હોય છે – અર્થાતુ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હોતું નથી, તે વખતે પણ તેમના અરિહંતપણાના ભાવ કેટલા બળવાન હોય છે તે વિચારવા યોગ્ય છે. આ શ્રી તીર્થંકર પ્રભુની એક અને અનન્ય લાક્ષણિકતા અરિહંતપણા'ને અનુલક્ષીને નમસ્કાર મંત્રનું પ્રથમ પદ રચાયું જણાય છે. શ્રી તીર્થકર
૧૭૭