________________
કેવળી પ્રભુનો સાથ
સર્વ પ્રકારનાં રોગ, દુર્ભિક્ષ તથા અઢાર પ્રકારનાં દૂષણો એ વર્તુળમાં પ્રવેશી શકતાં નથી. એટલે કે એ વિસ્તારમાં જીવો ચોતરફથી અશુભનો નાશ અને શુભનો તથા શાતાનો ઉદય વેદે છે. આ શાતા અને સુવિધાની ફેલણી જીવને પ્રભુપ્રતિના અહોભાવ તરફ ખેંચી જાય છે. સહુ જીવોના કલ્યાણના ભાવ શ્રી પ્રભુએ પૂર્વે બળવાનપણે કર્યા હોવાથી તેમના સાનિધ્યના વર્તુળમાં જાણ્યું કે અજાણ્યે રહેનાર જીવને શાતાનું વેદન વિશેષતાએ થાય છે. સહુ જીવોને આકર્ષી જાય એવો આ પ્રભુનો અતિશય કે ગુણ છે. તો પછી જે જીવ સમજણ પૂર્વક શ્રી પ્રભુનાં શરણમાં રહેવા પ્રવૃત્ત થાય તેને મળતાં શાતા કે શાંતિનું તો પૂછવું જ શું? આ પ્રકારે લોકોને મહા ઉપકારી થાય તેવા બાર ગુણ પ્રસિદ્ધ છે. તેમ છતાં, અહીં વર્ણવાયેલા શ્રી પ્રભુનાં બાર ગુણોમાંના કોઈ ગુણને આગળ ધરીને પ્રથમ પદમાં શ્રી તીર્થંકર પ્રભુને વાંદ્યા નથી. તે પદમાં તો તેમની ‘અરિહંત’ દશાને લક્ષમાં લઈને વાંદ્યા છે. એ સૂચવે છે કે તેમની અરિહંત સ્થિતિ આ બધા કરતાં વિશેષ ઉપકારક હોવી જોઇએ. અિર એટલે શત્રુ. હંત એટલે જેનો નાશ થયો છે તે. અરિહંત એટલે જેમના તમામે તમામ શત્રુઓનો નાશ થયો છે તે, અર્થાત્ જેમને કોઈ જ શત્રુ નથી તે. આવી દશા ક્યારે મળે ?
આ જગતમાં પરિભ્રમણ કરતાં એક થી પાંચ ઇન્દ્રિયો સુધીના જીવોનો વિચાર કરીએ છીએ ત્યારે સમજાય છે કે તે સહુ જીવો કોઈ ને કોઈ પ્રકારે દુ:ખ તથા અશાતાનું વેદન કરતા જ હોય છે. સતત સુખ અને શાતા વેદતા રહે તેવો કાળ સમગ્ર પરિભ્રમણ દરમ્યાન કોઈ પણ જીવ માટે જોવા મળતો નથી. આનું કારણ વિચારીએ તો પકડાય છે કે જ્યાં સુધી વૈરી છે, દુશ્મન છે ત્યાં સુધી તેમના તરફથી દુઃખ અથવા અશાતાનું વેદન વૈર નિવૃત્તિ અર્થે કરવું પડે છે. આથી એક પણ વૈરી કે દુશ્મનનું અસ્તિત્ત્વ હોય ત્યાં સુધી પૂર્ણ સુખ સંભવી શકે નહિ. બીજી રીતે કહીએ તો પૂર્ણ સુખ પૂર્ણ નિર્વેરતામાં રહેલું છે. આ સમજ્યા પછી જગતજીવોની સ્થિતિ વિચારીએ તો ખબર પડે છે કે મોટાભાગના જીવોને મિત્રો કરતાં શત્રુની સંખ્યા વિશેષ હોય છે, અને તે સ્થિતિમાં તે જીવોની અશુભ વર્તનાને કા૨ણે વધારો થતો રહે છે. પૂર્વ વેનો ભોગવટો કરવા દુ:ખ વેદી તે જીવ તેનાથી નિવૃત્ત થાય છે, પણ અશુભ ભાવ,
૧૭૬