________________
કેવળી પ્રભુનો સાથ
પ્રભુની બળવાન નિર્વેરબુદ્ધિના પ્રભાવની જાણકારી અર્થે શ્રી શકેંદ્ર પ્રમુખ દેવો શ્રી પ્રભુના પાંચ કલ્યાણક ઉજવે છે તે અહીં સમજાય છે.
નમસ્કાર મંત્રના પહેલા ચરણથી આપણને બળવાન બોધ એ મળે છે કે જો સુખ જોઇતું હોય તો વૈરીને મિત્રમાં પલટાવવાનો પુરુષાર્થ, સમજણ મળી ત્યારથી જ શરૂ કરવો જોઇએ. જ્યારે પૂર્ણતાએ નિર્વેરી થવાશે ત્યારે અવ્યાબાધ શાશ્વત નિજસુખ તન સમીપ વસી જશે. જે મહામંત્રનો આદિ આટલો સબળ હોય તે મંત્રનો પ્રભાવ અભુત હોય જ તે વિશે આશંકા આવી શકે ખરી? છતાં ય જો આશંકા સેવવામાં આવે તો તે સેવનારના કેવા હાલ થાય?
આ મંત્રનું બીજું ચરણ છે: “મો સિદ્ધાપ” – હું શ્રી સિદ્ધ ભગવાનને વંદન કરું છું. પ્રત્યક્ષ કરેલા મોક્ષમાર્ગનું સ્થાપન કરી, આઠે કર્મનો પૂર્ણક્ષય જ્યારે શ્રી તીર્થકર ભગવાન કરે છે ત્યારે તેઓ કર્મક્ષેત્ર ત્યાગી મોક્ષભૂમિમાં વસવાટ કરે છે. સિદ્ધભૂમિ પર તેઓ અનંતકાળ સુધી ‘સિદ્ધ પરમાત્મા સ્વરૂપે વસે છે. તેમની સાથમાં શ્રી કેવળી ભગવંત પણ આઠે કર્મથી મુક્ત થઈ સિદ્ધ પરમાત્મા સ્વરૂપે રહે છે. સર્વ પ્રકારનાં કર્મોથી પૂર્ણતાએ મુક્ત થવા રૂપ મહાસિદ્ધિ તેમણે મેળવી છે – તે કૃતકૃત્યપણું દર્શાવવા તેઓ “શ્રી સિદ્ધ ભગવાન” તરીકે ઓળખાય છે. શ્રી અરિહંત પ્રભુએ પ્રત્યક્ષ કરાવેલા મોક્ષમાર્ગનું આરાધન કરી સિદ્ધ પરમાત્મા થવાનું લક્ષ ચૂકાય નહિ તે અર્થે મહામંત્રમાં સિદ્ધ પ્રભુને દ્વિતીય સ્થાન અપાયું જણાય છે. વળી, એ શુદ્ધાત્માને પ્રાપ્ત કરવા જેવું બીજું કંઈ પણ બાકી નથી, તે અનુપમ સિદ્ધિનું મહાભ્ય અહીં સ્પષ્ટ જણાઈ આવે છે.
શ્રી સિદ્ધ ભગવાનના આઠ ગુણો સુપ્રસિદ્ધ છે. ઘાતી-અઘાતી કર્મો મળી, આઠે કર્મોનો સંપૂર્ણતયા ક્ષય થવાથી શુદ્ધાત્મામાં આઠ ગુણો પૂર્ણતાએ ખીલે છે તે આઠ ગુણો આ પ્રમાણે લઈ શકાય.
જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થવાથી અનંતજ્ઞાન પ્રગટ થાય છે તે પહેલો ગુણ. આ જ્ઞાનમાં એક પ્રદેશ, એક પરમાણુ અને એક સમય જેટલું સૂકમજ્ઞાન સંભવે છે. તેને
૧૭૮