________________
મંત્રસ્મરણ
લીધે પ્રત્યેક જીવનું, પ્રત્યેક પદાર્થનું સમય સમયનું ત્રિકાલિક જ્ઞાન આત્મામાં ઝળકે છે. દર્શનાવરણીય કર્મનો ક્ષય થવાથી અનંતદર્શન પ્રગટ થાય છે તે સિદ્ધાત્માનો બીજો
ગુણ છે. આ દર્શનના પ્રભાવથી આત્મામાં પ્રત્યેક જીવનું, પ્રત્યેક પદાર્થનું સમય સમયનું ત્રિકાલિક જોવાપણું સિદ્ધ થાય છે; આટલી સૂક્ષ્મતાથી આત્મા પદાર્થને અવલોકી શકે છે. મોહનીય કર્મનો ક્ષય થવાથી આત્માનું અનંત ચારિત્ર ખીલે છે તે ત્રીજો ગુણ છે. અનંત ચારિત્રના પ્રભાવથી સદાકાળ માટે આત્મા અડોલ સ્વરૂપમય સ્થિતિ માણે છે. અંતરાય કર્મનો ક્ષય થવાથી આત્માનું અનંત વીર્ય બહાર આવે છે તે ચોથો ગુણ છે. આ વીર્યના પ્રભાવથી સર્વ પ્રકારની શક્તિનો આવિર્ભાવ આત્મામાં સ્ફુરાયમાન થાય છે. આયુકર્મનો ક્ષય થતાં આત્માને અક્ષય સ્થિતિ આવે છે તે સિદ્ધાત્માનો પાંચમો ગુણ છે. આ ગુણના પ્રભાવથી આત્મા સદાકાળ માટે સિદ્ધભૂમિમાં સ્થિર થાય છે. નામકર્મનો ક્ષય થતાં આત્માનું અરૂપીપણું પ્રગટ થાય છે તે છઠ્ઠો ગુણ છે. સકર્મ સ્થિતિમાં તે દેહધારી રૂપ પ્રગટપણું ધરાવતો હતો તેનાથી છૂટી તે અરૂપી બને છે. ગોત્રકર્મનો ક્ષય થવાથી આત્માનું અગુરુલઘુત્વ પ્રકાશમાં આવે છે તે સિદ્ધાત્માનો સાતમો ગુણ છે. આ ગુણના પ્રભાવથી તે આત્મા ભારે નહિ, હળવો નહિ એવો બની રહે છે. વેદનીય કર્મનો નાશ થવાથી આત્મા અવ્યાબાધ સુખ પ્રત્યક્ષ અનુભવે છે તે આઠમો ગુણ છે. આ ગુણના પ્રભાવથી સિદ્ધાત્મા લૌકિક સુખદુઃખની પકડમાંથી છૂટી સહજ અવ્યાબાધ પારલૌકિક આત્મિક સુખમાં નિમગ્ન થાય છે. સંપૂર્ણતાએ કર્મનો ક્ષય થવાથી સિદ્ધાત્મા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્યનો ભોક્તા બની, અરૂપીપણે અગુરુલઘુ ગુણને અવધારી અનંતકાળ સુધી અવ્યાબાધ આત્મિક સુખને માણતા રહે છે. આમ નમસ્કારમંત્રના બીજા પદમાં જે શાશ્વત સ્થિતિ શુદ્ધાત્માને અનુભવગમ્ય થાય છે તે સ્થિતિનો લક્ષ જીવાત્માને આપી, તે દશા મેળવવા ઉત્સુક કર્યા છે.
શ્રી તીર્થંકર પ્રભુ કે સિદ્ધ પ્રભુને પૂર્ણતા પ્રાપ્ત થઈ હોવાથી, તેમણે ભૂતકાળમાં કરેલું મોક્ષમાર્ગનું આચરણ જીવાત્માને વર્તમાનકાળમાં પ્રત્યક્ષપણે જોવાતું નથી. અને તેના પ્રત્યક્ષપણા વિના જીવાત્માને એ માર્ગનું આરાધન કરવાનો ઉત્સાહ આવતો
૧૭૯