________________
કેવળી પ્રભુનો સાથ
નથી. મોક્ષમાર્ગનું પ્રત્યક્ષ આચરણ અને આરાધન જીવને જોવા મળે છે શ્રી ગણધરજી અને શ્રી આચાર્યજી પાસેથી. મોક્ષની પ્રાપ્તિ અર્થે જે ઉત્તમ આચારસંહિતા શ્રી પ્રભુએ દર્શાવી છે તેનું યથાર્થ પાલન કરે છે આચાર્યજી. આચાર્યોમાં શ્રેષ્ઠ તે શ્રી ગણધર. શ્રી ગણધર શ્રી તીર્થંકર પ્રભુના મુખ્ય શિષ્ય હોય છે. અને તેમની અવસ્થા આચાર્યોમાં ઉત્તમ ગણાય છે. તેઓ યથાર્થતાએ પ્રભુનો બોધ અવધારી ઉત્તમ આજ્ઞાપાલન સાથે મોક્ષમાર્ગ આરાધે છે. સાથે સાથે અન્ય મુમુક્ષુઓને સાથ આપી મોક્ષમાર્ગમાં આગળ વધારે છે. તેઓ શ્રી પ્રભુ પ્રણીત બોધનો અને માર્ગનો ફેલાવો સર્વ ભવ્ય જીવો સમક્ષ અવિરતપણે કરતા રહે છે. આમ તેઓ લોકસમુદાય (ભવ્ય જીવો) તથા શ્રી સર્વજ્ઞપ્રભુને જોડનાર અતૂટ કડી સમાન છે. ધન્ય છે તેમની પરોપકારિતાને! છદ્મસ્થ સાધકોમાં સર્વોત્તમ કલ્યાણ કરનાર જો કોઈ હોય તો તે શ્રી ગણધરજી પ્રમુખ આચાર્યજી છે. તેમની પરોપકાર વૃત્તિને તથા સ્વગુણોના પ્રગટ કરનાર તરીકે આ નમસ્કાર મંત્રમાં ત્રીજું ચીરસ્મરણીય સ્થાન અપાયું છે. તેમને વંદન કરવાથી, “મો માયરિયા ” કહેવાથી તેમના ગુણો તથા ઉપકારને સ્મૃતિમાં રાખી, તે અવસ્થા સુધી, ગુણ પ્રાપ્તિના ધ્યેયને સ્વીકારી સવિનય વંદન કરાયા છે.
શ્રી આચાર્યજી છદ્મસ્થ અવસ્થાના છત્રીશ ગુણધારી ધર્મનાયક ગણાય છે. તેઓ ધારતા અને પાળતા છત્રીશ ગુણો આ પ્રમાણે છે: પાંચ ઇન્દ્રિયના પાંચ વિષયમાં રાગદ્વેષ કરે નહિ, તે પાંચ ગુણ. નવવાડ વિશુદ્ધિથી બહ્મચર્ય પાળે – શિયળ પાળે તે નવ ગુણ. (સ્ત્રી, પશુ, નપુંસક જ્યાં ન હોય ત્યાં વસે; સ્ત્રી સાથે રાગથી વાત કરે નહિ; સ્ત્રી બેઠી હોય તે સ્થાને બે ઘડી સુધી બેસે નહિ; સ્ત્રીનાં અંગોપાંગ રાગથી જુએ નહિ; જ્યાં કામવાર્તા થતી હોય ત્યાં ભીંતના આંતરે પણ રહે નહિ; અગાઉ ભોગવેલા વિષયાદિ સંભારે નહિ; નીરસ એવો આહાર પણ અધિક કરે નહિ; સ્નિગ્ધ આહાર કરે નહિ; શરીરની શોભા કરે નહિ; ટૂંકમાં કહીએ કે કાયિક, માનસિક કે વાચિક ચલિતપણું આપે એવા એકપણ નિમિત્તમાં તેઓ જાય નહિ); ક્રોધ, માન, માયા કે લોભ એ ચાર કષાય કરે નહિ તે ચાર ગુણ; અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતનું સૂક્ષ્મતાએ પાલન કરે તે પાંચ
૧૮૦