________________
કેવળી પ્રભુનો સાથ
ચરણનું સેવન કરી, સ્વાર કલ્યાણના માર્ગમાં વસી, મોક્ષભૂમિમાં ત્વરાથી પહોંચવું છે. તે માટે યોગ્ય અવસર આપશો એ વિનંતિ સહ મારા વંદન સ્વીકારશો.” ૐ શાંતિ.
જીવ જન્મથી મૃત્યુ સુધીની સફર કરે છે ત્યારે યથાર્થ શ્રદ્ધાન અને આરાધનાના અભાવને લીધે જાતજાતના ભયના વેદનમાંથી પસાર થાય છે. જીવને સંસારની અનેક જાતની સુવિધાઓ જોઈએ છે, તેમાં અનિત્યપણું રહેલું હોવાથી તે સુવિધાઓ નહિ મળે તો, અથવા મળેલી સુવિધાઓ ચાલી જશે તો? આવા શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, રાજકીય ઈત્યાદિ અસુવિધાના ભય જીવને વેદવા પડે છે. તે ઉપરાંત જીવ સૌથી મોટો ભય વેદે છે તે મૃત્યુનો. જીવની પોતાની દુઃખ કે અશાંતિ સહન કરવાની તૈયારી હોતી નથી, અને પૂર્વનાં અશુભ કર્મો ઉદયમાં આવે તો સફળતાથી તેને પાર કરવા જેટલો પુરુષાર્થ નથી હોતો. આવી વંધમય સ્થિતિમાં જીવ બળવાનપણે ભયનું વેદન કરે છે. તે ભયથી છૂટવા તેણે પોતાની વિચારણામાં થોડો ફેરફાર કરવો જરૂરી છે. પૂર્વની ભૂલ હોય તો જ કષ્ટ આવે છે, દોષ વિના કષ્ટ સંભવતું નથી. આ સિદ્ધાંતનું દૃઢપણું સેવી, ભૂલો માટે પશ્ચાત્તાપી બનવાથી ભયની માત્રા ઘટતી જાય છે. આવા પ્રસંગે પ્રાર્થના વિશેષ મદદરૂપ થાય છે. વ્યવહારમાં જેમ પોતાની વેદના સ્વજન સમક્ષ વ્યક્ત કરતાં, તેને જવાબદારી સોંપતા હળવાશ અનુભવાય છે તેમ પ્રભુ આપણો સૌથી મોટો રક્ષણહાર હોવાથી તેને સ્વજન સમજી જવાબદારી સોંપતા આપણું લગભગ કાર્ય થઈ જાય છે. મોટાભાગનું બીકણપણું નાસી જાય છે તે માટે શ્રી પ્રભુને પ્રાર્થી શકાય છે કે –
“શ્રી વીતરાગ ભગવંત! આપ સર્વ પ્રકારે અભય બની, જગતના તમામ જીવોને અભયદાન આપવામાં સર્વોત્તમ રહ્યા છો. ભયસંજ્ઞા વધવાના નિમિત્તરૂપ જે જે ભાવો છે તેનો ક્ષય કરી, બીજાને તે પ્રકારના ભાવોનો નાશ કરવા માટે સતત પ્રેરણા આપી મદદ કરી રહ્યા છો. આપના એ ગુણને અહોભાવથી વંદન કરું છું. એ તરફ લક્ષ આપ્યા વિના અત્યાર સુધી મેં મતિકલ્પનાથી બેફામ ભાવો કરી અમાપ ભયસંજ્ઞા ઊભી કરી છે. તે
૭૦