________________
પ્રાર્થના
દુ:ખમેં સુમિરન સહુ કરે, સુખમેં કરે ન કોઈ,
સુ:ખમેં સુમિરન જો કરે, દુઃખ કાટેકો હોય. આ દુહામાં જીવની વૃત્તિ સમજાય છે. જીવને દુઃખ નથી જોતું, પરંતુ દુ:ખ ઉપાર્જન થાય તેવા ભાવ છોડવા પણ નથી. આવી હાલત મોટા ભાગના સંજ્ઞી પંચેન્દ્રિય જીવોની છે. અપવાદરૂપ જીવો જ દુ:ખમાંથી પાર ઉતર્યા પછી, સુખાનુભવમાં આવ્યા પછી, ફરીથી દુઃખદાયક સ્થિતિમાં જવું ન પડે તેવો પ્રભુના શરણમાં રહી પ્રાર્થના, ક્ષમાપનાનો માર્ગ જાળવી રાખે છે. તેવા જીવો માર્ગના દઢત્વ અર્થે, આપત્તિ હળવી બનતાં શ્રી પ્રભુને પ્રાર્થતાં કહે છે કે –
“કરુણાના ભંડાર! આપની કરૂણાનો કોઈ પાર નથી. ભયંકર દુ:ખ આપનાર કર્મો મેં અણસમજમાં બાંધ્યા હતા. તે કર્મો સક્રિય બનતાં અસહ્ય પીડામાંથી મારે પસાર થવું પડ્યું. તેનાથી છૂટવા બીજો કોઈ ઉપાય જણાયો નહિ ત્યારે ડૂબતો માણસ તરણું ઝાલે એવી બુદ્ધિથી હું આપના શરણમાં આવ્યો. એવા સમયે પણ મારો તિરસ્કાર ન કરતાં મને રહ્યો, માર્ગદર્શન આપ્યું અને કર્મને પરાજિત કરવા ખૂબ જ પ્રેરણા તથા બળ આપી ઉત્સાહીત કર્યો. કર્મને નાસવું પડ્યું. આપે કરેલા આ ઉપકાર માટે હું આપનો ખૂબ જ ઋણી છું. આપને હૃદયથી વિનંતિ કરું છું કે વ્યવહારની કષ્ટદાયક સ્થિતિ ક્ષય થયા પછી પણ, અને જીવનની અનેકાનેક સુવિધાઓ વધ્યા પછી પણ હું આપનું શરણું ત્યાગું નહિ, તે સંભાળજો . સંસારી પદાર્થો મોહજાળમાં મને લપેટી ન લે તે માટે યોગ્ય પુરુષાર્થ કરાવી મારું રક્ષણ કરજો. વધતી સુવિધાઓમાં આત્મપ્રવૃત્તિ વધારતો રહું એ જ મારી અભિલાષા છે. અત્યાર સુધીનું જે કંઈ મારું ગણાયું છે તે તમને સોંપી, કર્તૃત્વના ભારથી મુક્ત થઈ, આપની આજ્ઞાએ સતત ચાલી, સર્વ દુ:ખનાં નિમિત્તો તોડવાની અભિલાષાથી આપને આત્માનંદની અનુભૂતિ સહિત વંદન કરું છું. જગતનું આ ભયાનક સ્વરૂપ જોયા અને અનુભવ્યા પછી એ ભણી જોવા અને જવા ઈચ્છા નથી. હવે તો સતત તમારા
૬૯