________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
પામી શકતો નથી. આથી સદ્ગુરુને તેનું યથાર્થ સ્વરૂપ પ્રગટ કરાવનાર શ્રી તીર્થંકર પ્રભુ માટે પણ એવા અહોભાવભર્યા પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતા પ્રગટ થઈ વિસ્તરતા જાય છે. તે જીવને શ્રી સદ્ગુરુના સોધથી સમજાય છે કે શ્રી તીર્થંકર પ્રભુએ તીર્થની સ્થાપના કરી, મોક્ષમાર્ગ પ્રગટ કર્યો અને સર્વ જીવનું આત્માર્થે કલ્યાણ વાંછી અનેક જીવોને કલ્યાણ સન્મુખ કર્યો છે. શ્રી પ્રભુના કલ્યાણભાવનો સ્વીકાર કરી, તેઓ(સદ્ગુરુ) પણ મોક્ષમાર્ગમાં વિકાસ કરી કલ્યાણ સન્મુખ થયા છે અને તે ઉપરાંત તેઓ સ્વપર કલ્યાણની પ્રવૃત્તિમાં એકાગ્ર થયા છે, અને હજુ વિશેષ આ કલ્યાણકાર્યમાં શ્રી પ્રભુની કૃપાથી પ્રવૃત્ત થતા જવાના છે. આવું શ્રીગુરુનું મહાત્મ્ય ઉત્તમતાએ જાણી, વેદી, ઉત્તમમાં એકરૂપ થવાના ભાવના પ્રભાવથી જીવ આત્માનાં અસ્તિત્વ, નિત્યત્વ, કર્તૃત્વ, ભોક્તત્વ આદિ છએ પદનો યથાર્થતાએ સ્વીકાર કરતો જાય છે, અને પોતાના આત્માનાં મૂળભૂત સ્વરૂપને પ્રગટ કરવાનું લક્ષ બાંધી શકે છે. આ લક્ષ બંધાયા પછી જીવ મોક્ષમાર્ગ પામવાની ચાવી શ્રી ગુરુ પાસેથી ક્રમથી મેળવતો જાય છે.
આત્માનાં છએ પદનો સમજીને સ્વીકાર કરવાથી, ‘મોક્ષનો ઉપાય છે' એ પદની આરાધના કરવા માટે, સર્વાંગી સુખને મેળવવાં તથા અનુભવવાં માટે સમ્યક્દર્શન, સભ્યજ્ઞાન તથા સમ્યક્ચારિત્રનું આરાધન કરી, તેનું શુદ્ધિકરણ કરવું કેટલું જરૂરી છે તેનું મહાત્મ્ય તેને ગુરુની કૃપાથી બરાબર સમજાય છે. આથી તે જીવ સમ્યક્દર્શન પ્રાપ્ત કરી, તેનું શુદ્ધિકરણ કરવાનું પરાક્રમ કરવા માટે ખૂબ ઉત્સાહીત થાય છે. આ પરાક્રમ કરવામાં જીવને કેવાં અને કેટલાં વીર્યની જરૂર પડે છે તેની સમજણ તેને ગુરુગમથી આવે છે. વળી, ગુરુનાં શરણમાં અનન્ય ભાવથી રહેવાથી સ્વરૂપ પ્રાપ્તિમાં નડતી અંતરાયો ક્ષીણ થતી હોવાની સમજ તે જીવને ગુરુનાં શરણમાં રહી આરાધન કરતા રહેવાની પ્રેરણા પૂરી પાડે છે.
જીવ જ્યારે સદ્ગુરુનાં શરણમાં રહી આ આરાધના શરૂ કરે છે ત્યારે જ તેને અનુભવાય છે કે સમકિતના સ્વામી થવામાં જ્ઞાનાવરણાદિ ચારે ઘાતિ કર્મો મુખ્યતાએ વિઘ્ન કરે છે અને ગૌણતાએ ચારે અઘાતી કર્મો પણ વિઘ્ન કરે છે. પરિણામે આ વિઘ્નોના નાશનો ઉપાય કરવા જીવ શ્રી ગુરુ પાસેથી મૂળ આઠ કર્મપ્રકૃતિ અને તેની
૧૯૯