________________
કેવળી પ્રભુનો સાથ
૧૫૮ ઉત્તર પ્રકૃતિ વિશે જાણકારી મેળવવા પ્રવૃત્ત થાય છે. આ અભ્યાસ જીવને સતત ચેતવણી આપતો રહે છે કે કર્મના આવા ફંદામાં જરાય ફસાવા જેવું નથી. કર્મની ઘાતી કે અઘાતી કોઈ પણ પ્રકૃતિ નવાં કર્મબંધમાં જીવને ખેંચી જઈ શકે છે, અને તેનાં સમ્યકત્વને મેળવવામાં કે વિશુદ્ધ કરવાની પ્રક્રિયા કરવામાં ગમે ત્યારે વિપ્ન નાખી શકે છે. ઉદિત થતા કર્મો જીવને કષાય કરાવી અઢાર પ્રકારનાં પાપસ્થાનકમાં ખેંચી જઈ, બળવાન કર્મબંધનમાં નાંખે છે. અઢારે પાપસ્થાનક જીવને અનંતકાળ સુધી સંસારમાં ભમાવી શકે છે. આ બધી જાણકારી જીવને અષ્ટકર્મ તથા અઢાર પાપસ્થાનકનો અભ્યાસ કરવાથી ગુરુકૃપાએ આવતી જાય છે. અને તે જીવને કર્મના પ્રભાવથી જે બંધન અનુભવવું પડે છે તેનો પ્રત્યક્ષ પરિચય થતો જાય છે. આ બંધનથી છૂટવા અને સાચું સુખ મેળવવા તે જીવ વધારે ને વધારે આતુર થતો જાય છે.
શ્રી સદ્ગુરુની કૃપાથી અને સમજાવટથી મોક્ષમાર્ગના નિચોડરૂપ સમ્યક્દર્શન, સમ્યકૂજ્ઞાન અને સમ્યકુચારિત્રનાં આરાધન માટે પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ જીવને કેટલાં ઉપકારી થાય છે તેનો ખ્યાલ આવતાં, તે જીવ શ્રી સદ્ગુરુનાં ચરણમાં તન, મન અને ધનથી આજ્ઞાધીન થવા ઉત્સુક થઈ પ્રાર્થનાદિના ત્રિવેણી સંગમમાં સતત રહેવા પ્રયત્ની થાય છે. જેમ જેમ તેનું પ્રાર્થના આદિનું આરાધન વધતું જાય છે, તેમ તેમ શ્રી સદ્ગુરુએ કરેલા ઉપકાર તેને સમજાતા જાય છે, તેમનામાં પ્રગટેલા ગુણોની વિશેષતા તેને લક્ષગત થતી જાય છે, અને તેની ફલશ્રુતિ રૂપે શ્રી પ્રભુ જેવો જ શુદ્ધ સ્વરૂપી પોતાનો આત્મા છે એવો નિશ્ચય થવાથી, આત્મા કેવા કેવા અપૂર્વ ગુણોનો ધારક છે એ સ્પષ્ટતાએ નિર્ણિત થઈ દુષ્યમાન થતું જાય છે. જ્યારે જીવને શ્રી સદ્ગુરુએ પોતા પર કરેલા ઉપકારનો અને તેમનામાં ખીલેલા ગુણોનો સ્પષ્ટ અનુભવ થાય છે, ત્યારે તેને સદ્ગુરુ અને પુરુષ પ્રતિ ખૂબ ખૂબ અહોભાવ આવે છે. સંસારમાં અનુભવવા પડતાં ભયંકર દુઃખોથી પોતાને બચાવી, સુખશૈયામાં રહેવા માટેની પ્રવૃત્તિમાં નિષ્કારણ કરુણાબુદ્ધિથી ઓતપ્રોત કરનાર શ્રી ગુરુદેવ માટે તેને ખૂબ જ પ્રેમભાવ, પૂજ્યભાવ તથા અહોભાવનું વદન થાય છે. આ વેદનનાં અનુસંધાનમાં તે જીવ પોતામાં પણ એવા અપૂર્વ તથા અવર્ણનીય ગુણોનો આવિર્ભાવ કરવા ઉત્સુક
૨૦)