________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
થાય છે. આવા પ્રેમસભર ગુણોનું અદમ્ય આકર્ષણ વેદનાર જીવનો મૂળભૂત અપૂર્વ સ્વભાવ કેવો છે, અને એ સ્વભાવ પ્રગટ કરવામાં શ્રી સત્પુરુષ તથા સદ્ગુરુ જીવને કેવી રીતે સહાય કરે છે તેનું આલેખન શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતના આંક ૮૭૫ માં અતિ સંક્ષેપે જોવા મળે છે. તેની વિચારણા કરવાથી જીવાત્માના મૂળભૂત ગુણોનો લક્ષ આપણને આવે છે.
અહો ! સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્તમાગમ!
સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક,
સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ,
અને પૂર્ણ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત;
છેલ્લે અયોગીસ્વભાવ પ્રગટ કરી
અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તો.
ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
અહો ! સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ !
સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ પ્રાણી જીવનમાં કેવા કેવા ચમત્કાર, આશ્ચર્ય ઉપજાવી શકે છે તેની જાણકારી આવતાં, શ્રી સત્પુરુષ તરફથી જીવ પર થતાં અગણિત ઉપકારનો ખ્યાલ આવતાં, તેમના પ્રતિ બહુમાન તથા અહોભાવથી સન્મતિવાળો જીવ “અહો!” ઉદ્ગાર સહેજે જ કાઢે છે. સત્પુરુષની ઓળખ થઈ, તેની શ્રદ્ધા થતાં તથા તેની આજ્ઞાએ વર્તવાથી જીવમાં આત્માના ગુણો કેવી અદ્ભુત રીતે ખીલતાં જાય છે, તથા તેમના સંપર્કથી જેના ગુણો સાવ અવરાયેલા છે તેવા જીવમાં પણ આત્માના અપૂર્વ ગુણો કેવી રીતે પ્રગટ થતાં જાય છે તેનું દશ્ય મનમાં ખડું થવાથી થતા આશ્ચર્યને અહીં “અહો!” શબ્દ દ્વારા વ્યક્ત કર્યું છે.
૨૦૧