________________
કેવળી પ્રભુનો સાથ
આત્મા સર્વ પ્રકારના વિભાવભાવોથી મુક્ત બની, જેટલા કાળ માટે પોતાના સ્વરૂપમાં એકાકાર થાય છે તે કાળે તે આત્મચારિત્રમાં છે અથવા તો સમ્યકૂચરિત્રના પાલનમાં છે, એમ શ્રી જિનદેવે હ્યું છે. આ પ્રકારની લીનતામાં જવું એ મંત્રસ્મરણની સહાયથી જીવને સુલભ થતું જાય છે, મંત્રસ્મરણ કરવાથી, આત્માના ગુણોને વારંવાર રટવાથી, જીવ પોતાને વર્તતા વિભાવો સહેલાઈથી છોડી શકે છે. અને તેને માટે સ્વાનુભવમાં જવાના પ્રસંગો વધતા જાય છે. અને છેવટે જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ખીલવણીને ઉત્કૃષ્ટતાએ પહોંચાડી યથાખ્યાતચારિત્રનો સ્વામી થાય છે. પ્રત્યેક આત્મસાધક માટે સદાકાળ માટે આત્મનિમગ્નતા પામવી એ ધ્યેય હોય છે. અને તે ધ્યેયની પૂર્તિ માટે મંત્રનું સ્મરણ કરતાં રહેવું એ મુખ્ય નિમિત્ત છે. આથી આપણે તારવણી કરી શકીએ કે યોગ્ય વ્યક્તિ તરફથી ધ્યેયને અનુરૂપ મળેલો મંત્ર સમ્યક્રચારિત્રના આરાધન માટે ખૂબ ખૂબ ઉપકારી છે.
આ સર્વ વિચારણાના દોહનરૂપે આપણે નિર્ણય કરી શકીએ કે પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણના ત્રિવેણી સંગમનું આરાધન એ જ પરમાર્થે સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યકચારિત્રનું આરાધન છે, અને એ જ મોક્ષમાર્ગ છે.
અહીં આપણે જાણ્યું કે સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રનું આરાધન એ મોક્ષમાર્ગ છે, ત્યારે કેટલાક જ્ઞાની મહાત્માઓએ સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્રને મોક્ષમાર્ગના આરાધનનો ક્રમ જણાવ્યો છે. આ બંને ક્રમ પ્રમાણે “જ્ઞાન, દર્શન’ કે ‘દર્શન, જ્ઞાન” પછી જ ચારિત્ર આવે છે તેથી તેમાં સંવાદિતા છે. પરંતુ સામાન્યજન દર્શન પહેલાં કે જ્ઞાન પહેલાં એ બાબત ગુંચવાડામાં પડી જાય, કેમકે પહેલાં જ્ઞાનનું આરાધન કરવું કે પહેલાં દર્શનનું આરાધન કરવું તે માટે તેઓ ચોક્કસ નિર્ણય કરી શકે નહિ.
વિચારતાં લાગે છે કે ‘દર્શન’ શબ્દના બે ભિન્ન અર્થને કારણે ક્રમની ભિન્નતા સર્જાઈ હોવી જોઇએ. જ્યારે ‘દર્શન’ શબ્દને આપણે “મન તથા ઇન્દ્રિય દ્વારા પહેલા સમયે થતો પદાર્થનો બોધ' એ અર્થમાં સમજીએ ત્યારે એ સ્પષ્ટ થાય છે કે દર્શન
૧૯૪