________________
મંત્રસ્મરણ
શુધ્ધ થયા વિના જ્ઞાન શુધ્ધ થઈ શકે નહિ. આ અપેક્ષાએ સમ્યદર્શન પછી સમ્યકુશાનનું આરાધન આવે. અહીં દર્શન શબ્દ દર્શનાવરણ કર્મ તોડવાના અનુસંધાનમાં લેવાયો છે. અને જ્યારે આપણે આ શબ્દને ‘દર્શનમોહ કર્મ તોડવા માટે શ્રદ્ધાન અર્થમાં લઇએ ત્યારે સમ્યકજ્ઞાન પછી સમ્યક્દર્શન આવે એ ક્રમ સુયોગ્ય લાગે છે. જ્યાં સુધી જીવ આત્માને દેહાદિ સર્વ પદાર્થોથી ભિન્ન છે, ઉપયોગ લક્ષણવાળો અવિનાશી આત્મા છે, એમ સગુરુના ઉપદેશથી જાણે નહિ ત્યાં સુધી તે લક્ષણનું શ્રદ્ધાન કરી શકે નહિ. કોઈ પદાર્થ વિશેની જાણકારી તે જ્ઞાન અને તે તેમ જ છે એવું શ્રદ્ધાન તે દર્શન, એ અપેક્ષાએ જ્ઞાનનાં અનુસંધાનમાં દર્શને આવે છે. વળી, જે જ્ઞાનના આધારે આત્માનું સ્વરૂપ જાણ્યું, તે જ્ઞાનની અનુભવરૂપ પ્રતીતિ આવે તે ‘સમ્યક્દર્શન ભગવાને કહ્યું છે. આમ સમ્યક્દર્શન અને સમ્યકજ્ઞાન એકબીજા સાથે ખૂબ સંકળાયેલા છે. તેથી જે પ્રકારે જીવને આત્માની પ્રતીતિ આવી, આત્માને સર્વથી ભિન્ન અને અસંગ જામ્યો, એવો જ સ્થિર સ્વભાવરૂપ જ્યારે જીવ થાય છે ત્યારે તે સમ્યકુચારિત્ર આરાધે છે.
જીવ જ્યારે મોક્ષમાર્ગની આરાધના શરૂ કરે છે ત્યારે ગુરુકૃપાથી આત્માનાં સ્વરૂપની જાણકારી મેળવી, તેને અનુભવરૂપ કરી દર્શન વિશુદ્ધ કરે છે, અને એ અનુભૂતિથી મેળવેલી જાણકારીને સમ્યકુ કરે છે. અને એ બંનેના આધારે પોતાનું સમ્યકુચારિત્ર ખીલવતો જાય છે. પછીના વિકાસમાં તે જ્ઞાનના આધારે દર્શન અને દર્શનના આધારે જ્ઞાન વિશુધ્ધ કરતો રહી ચારિત્રને વધારે શુધ્ધ કરતો જાય છે. અને ક્ષપકશ્રેણિના અંતે જ્ઞાનાવરણનાં આવરણ જે સમયે ક્ષય કરે છે, તેના બીજા જ સમયે દર્શનાવરણ કર્મનાં આવરણ પૂર્ણ ક્ષય કરી કેવળજ્ઞાની તથા કેવળદર્શી બને છે. પ્રગટતી વખતે આત્માને પહેલા સમયે કેવળજ્ઞાન પ્રગટે છે અને બીજા સમયે કેવળદર્શન પ્રગટે છે, અને ત્યારથી તે બંને એક સાથે રહે છે. એકબીજાનું અનુસંધાન નીકળી જાય છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૯૫