________________
તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી, અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મોહિની નથી, સત્ સત્ નિરુપમ, સર્વોત્તમ, શુક્લ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન, સમ્યક્ જ્યોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સસ્વરૂપદર્શિતાની બલિહારી છે.
જ્યાં મતભેદ નથી; જ્યાં શંકા, કંખા, વિતિગિચ્છા, મૂઢદૃષ્ટિ એમાંનું કાંઈ નથી. છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી.
– શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત (આંક ૯૧)