________________
કેવળી પ્રભુનો સાથ
“હે વીતરાગ! હવે તારા ચરણમાં વસુ છું. તારી સાથે મને કોઈ ભેદભાવ ન હો. જે સ્વભાવમાં રહેવાની ઉત્તમ દશા તને મળી છે તેનું વેદના હું પ્રત્યેક સમયે કરી શકું એ જ મહેચ્છાથી મારા મન, વચન, કાયા તથા ભાવની એકતા કરી તને સોંપી દઉં છું. મને નિજઉપયોગ-મય કરી ઉત્કૃષ્ટ શુદ્ધિ તથા સિદ્ધિ સુધી લઈ જા.” ૐ શાંતિઃ
આ પ્રકારે વિવિધતા સભર પ્રાર્થના કરતા રહેવાથી, ઉત્તમતાએ શ્રેણિ પૂર્ણ કરવા માટે જે આરાધના કરવાનું હોય છે, તેને ખૂબ વેગ મળે છે. મોક્ષમાર્ગમાં ચાલવાના આરંભકાળથી તે જીવ શ્રી પુરુષ તથા શ્રી સર્વજ્ઞ પ્રભુનાં અવલંબનનો સ્વીકાર કરી સફળતાપૂર્વક આગળ વધતો રહે છે. આ પ્રગતિ કરતાં કરતાં બારમા ગુણસ્થાનના અંત સુધી શ્રી પ્રભુનું અવલંબન ત્યાગવાનું નથી, તેમ છતાં સ્વચ્છંદને કારણે જો કોઈ જીવ સપુરુષનું અવલંબન છોડે તો તેની પ્રગતિ રૂંધાય જ છે; અને જો સ્વચ્છંદનું પ્રાબલ્ય હોય તો તેની પીછેહઠ પણ થાય છે. એ જ રીતે શ્રેણિમાં જો સપુરુષનાં અવલંબનનો ત્યાગ કરવામાં આવે તો તે જીવ શ્રેણિથી ટ્યુત થઈ અવશ્ય નીચેના ગુણસ્થાને આવી જાય છે. તેથી લીધેલું સપુરુષનું શરણું કદી પણ છૂટે નહિ તેની સવિશેષ કાળજી રાખવી યોગ્ય છે.
જીવ સંસારસુખ મેળવવાની ભાવનાને બદલે આત્મસુખ મેળવવાની ભાવના કરે, તે કાળથી શરૂ કરી પૂર્ણ વિશુદ્ધિ મેળવવાનો ભાવ કરે ત્યાં સુધીની જુદી જુદી અવસ્થાએ પોતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર કેવા કેવા પ્રકારની ભાવના સેવે છે અને તે માટે શ્રી પ્રભુને કેવી રીતે પ્રાર્થના કરે છે તે આપણે સંક્ષેપમાં જોયું. તેનો સારાંશ લઈએ તો કહી શકાય કે પૂર્ણ વીતરાગ પ્રભુનો સાથ લઈ, જે કંઈ શુભ પ્રાપ્ત થયું છે તે માટે પ્રભુનો ઉપકાર માની, જે કંઈ પ્રાપ્ત કરવું છે તેની ક્રમિક વિનંતિ કરી, તે પ્રાપ્તિના યોગમાં જે કંઈ વિઘ્નકર્તા થાય તેમ છે તે સર્વ પૂર્વનાં પાપદોષોની ક્ષમાપના લેતા જવાથી અને આવા દોષો ફરીથી ન કરવાનો નિર્ણય કરતા જવાથી, આત્મશુદ્ધિનાં સોપાનો એક પછી એક ક્રમથી ચડાય છે. અલબત્ત,
૩૮