________________
પ્રાર્થના
સર્વનું ચૂકવણું કરી ત્વરાથી નિજઉપયોગમય દશામાં હું વર્તુ એ જ ભાવના છે. કેવળજ્ઞાન, કેવળદર્શનને જે કર્મ આવરણ કરી રહ્યાં છે તેને નિઃશેષ કરવા માટે મારું વીર્ય પ્રગટાવવામાં મને સહાય કરો. એ માટે આપની અપાર શક્તિનું મને દાન આપો. તે દાન મારા આ રુચક પ્રદેશો સ્વીકારી બાકીના સમસ્ત પ્રદેશો પર ફેલાવી, વિજયી બની સર્વ ઘાતકર્મોથી મુક્ત કરવા મને ભાગ્યશાળી બનાવે એ જ વિનંતિ છે.”
“મારો આત્મા પૂર્ણતા મેળવી, જે કોઈને પૂર્ણતા પામવાની ઇચ્છા હોય તેને સહાયરૂપ બની શકે એવું અભયવચન હે વીતરાગ ભગવંત! આપની પાસે માગું છું. અત્યાર સુધીમાં આવા શુભ ભાવોથી મારો આત્મા જે જે કાળે વંચિત રહ્યો છે તે તે સર્વ કાળ માટે હું ખૂબ પશ્ચાત્તાપી છું. એ પશ્ચાત્તાપ ઉગ્રતાએ મારાથી વેદાય છે, પણ કહી શકાતો નથી. તેથી હે સર્વજ્ઞ વિભુ, એ વેદનને સમજીને, બીજા જીવોનું ભલું ઈચ્છયા વગરની છે જે ક્ષણો ગઈ છે તે નિષ્ફળતાને ધોવા માટે પશ્ચાત્તાપનાં પુનિત ઝરણાંને ફળવાન કરો. મને એવી શક્તિ આપો કે જેથી એવી એક પણ ક્ષણ હવેથી ન જાય કે જે ક્ષણે સ્વાર કલ્યાણની ભાવના આત્મામાં રમતી ન હોય. કદી પણ મારાથી બીજાને અશાતા પહોંચે નહિ, સહુને શાતા આપવાના ધ્યેય સાથે જ મારું શેષ આયુષ્ય વ્યતીત થાઓ. સાચી વીતરાગતા વિનાનો મનુષ્ય દેહ નિષ્ફળ લાગે છે, તો શુદ્ધ વીતરાગતા મારામાં ત્વરાથી પ્રગટ થાઓ, કોઈ દેહ નિષ્ફળ જવા દેવો નથી. હવે તો સહુને શાતાના નિમિત્ત આપી, આત્મમાર્ગે સહાયરૂપ થઈ, પવિત્રતાની શ્રેણિએ આગળ વધારી સિદ્ધભૂમિના હકદાર બનાવવા ભાવના છે. તે ભાવના ભાવી અત્યાર સુધી સેવેલા સર્વ અશુભ ભાવોને ધોઈ નાખવા છે. જે કોઈ જીવ માટે મારા આત્માએ ભૂતકાળમાં અશુભ ભાવો સેવ્યા હોય તે સહુને બદલા રૂપે એવી શાતા પ્રદાન કરો કે તેઓને સન્માર્ગ મળે, આત્માનંદ મળે અને ભાવિમાં સ્વપરનું કલ્યાણ કરવા તેઓ ભાગ્યશાળી બને.”
૩૭