________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
આજ્ઞાએ વર્તાવવાનો નિર્ણય કરી સ્વચ્છંદને દબાવતો થાય છે. મળેલી સ્વતંત્રતાનો સદુપયોગ કરી, સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમનું અવલંબન લઈ, પોતાનાં મન, વચન તથા કાયાને તે શ્રી પુરુષનાં ચરણમાં સમર્પિત કરે છે. અને એકાંતે હિતકારી સપુરુષનાં દર્શાવેલા આચરણને સેવવા પ્રવૃત્ત થાય છે. જેમ પિતા વિના પુત્રની ઉત્પત્તિ થતી નથી, તેમ ભેદજ્ઞાન વિના સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેથી ભેદવિજ્ઞાન પામવા સપુરુષનો આશ્રય અતિ અતિ આવશ્યક છે. સપુરુષની સહાયથી ભેદવિજ્ઞાન પામ્યા પછી જીવ સંસારી પદાર્થોની આસક્તિનો આંતરબાહ્ય ત્યાગી થવા પુરુષાર્થ થાય છે, એટલે કે તે સંગત્યાગી થવા પ્રયત્ની થાય છે. સંગત્યાગી થઈ અંતર્મુખ થવાથી જીવને પોતાનાં સ્વરૂપની યથાર્થ પ્રતીતિ આવતી જાય છે. જીવની અશુદ્ધ રૂપની સ્થિતિ તથા શુદ્ધ સ્વરૂપની સ્થિતિ કેવી છે તેનાં રહસ્યો તેને જણાય છે. સાથે સાથે સત્પરુષનાં યોગ્ય માર્ગદર્શનને કારણે અશુદ્ધિને શુદ્ધિમાં કેમ ફેરવવી, પોતાની વિશુદ્ધિ કેવી રીતે વધારી શકાય તેની જાણકારી પણ તેનામાં યથાર્થતાએ વધતી જાય છે. આ દશા થઈ છઠ્ઠા ગુણસ્થાનની,
જ્યાં માર્ગનાં ભેદરહસ્યો જીવ પામતો જાય છે. ચોથા ગુણસ્થાનથી શરૂ કરી છઠ્ઠા ગુણસ્થાન સુધીની જીવની દશા તે “સ્વરૂપ પ્રતીતિ” રૂપ છે. આ દશામાં જીવને પોતાનાં શુધ્ધ સ્વરૂપનો લક્ષ સ્પષ્ટતાએ આવે છે, એટલું જ નહિ એ સ્વરૂપમાં રહેવા તે વિશેષ વિશેષ પ્રયત્નવાન બને છે. આ છઠ્ઠા ગુણસ્થાનવર્તી જીવની દશા શ્રીમદ્ રાજચંદ્ર આત્મસિદ્ધિમાં આ પ્રમાણે વર્ણવી છે –
વર્ત નિજ સ્વભાવનો, અનુભવ, લક્ષ, પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત.
છઠ્ઠા ગુણસ્થાને જીવ આવે છે ત્યારે અંતરંગથી તે પોતાનો સ્વછંદ ત્યાગી, પોતાનાં મન, વચન તથા કાયાને શ્રી પ્રભુને સોંપે છે. આ સોંપણી કરતી વખતે પ્રભુ આજ્ઞાએ વર્તવાની તેની ભાવના ઘણી બળવાન હોય છે. એ સમયે મન, વચન તથા કાયાનો સ્વછંદ છૂટવાથી જીવને પોતાના આત્માની અનુભૂતિ બળવાનપણે વર્તતી
૨૫૭