________________
કેવળી પ્રભુનો સાથ
હોય છે. આ અનુભવમાં રહેવાનો તેનો પુરુષાર્થ રહેતો હોવાથી, નિજ સ્વભાવનો અનુભવ કરવો એ તેનું મુખ્ય કાર્ય બને છે.
આત્માનુભવની મજા માણતાં માણતાં મુનિને, પૂર્વકર્મનો ઉદય વેદતી વખતે ઘણી વાર આત્માનુભવમાં સ્થિરતા રહી શકતી નથી. તેઓ અનુભવની બહાર નીકળી સંસારીભાવમાં સરી પડે છે, અને મુનિને સ્વરૂપની અનુભૂતિમાંથી શ્રુત કરે છે. એવા પ્રસંગે મુનિ કર્મની સામે હાર સ્વીકારતા નથી. તેઓ પ્રત્યેક પ્રવૃત્તિ કરતાં સ્વરૂપમાં ફરીથી સ્થિર થવાનું લક્ષ ચૂકતા નથી. આત્માને વધુ ને વધુ શુદ્ધ કરવાનું લક્ષ બળવાન કરી, સપુરુષનું અવલંબન લઈ, એ આત્માનુભવમાં ફરીથી એકાગ્ર થવા પુરુષાર્થી થાય છે.
તેમ છતાં, જ્યારે પૂર્વકર્મનું અત્યંત બળવાનપણું હોય, કર્મનો અતિ ઉઝ ઉદય હોય ત્યારે સ્વરૂપસ્થિતિ સંભવતી નથી, એટલું જ નહિ પણ જીવનું સ્વરૂપમાં જવાનું લક્ષ પણ મંદ થઈ જાય છે, પ્રમાદ વેદવો પડે છે. આવી સ્થિતિમાં પણ એક શુધ્ધ આત્મસ્વરૂપમાં રહેવું એ જ કલ્યાણરૂપ છે, તેવી પ્રતીતિ મુનિના અંતરંગમાં નિરંતર વર્યા કરે છે. ગમે તેવાં બળવાન કર્મો પણ તેમને આ શ્રદ્ધાનથી લેશ પણ ચલિત કરી શકતાં નથી. શ્રી સત્પરુષનું અનન્ય શરણ મુનિને જે આજ્ઞાકવચ આપે છે તેના કારણે તેમની આત્મપ્રતીતિ વિલાતી નથી, કે ઝંખવાતી નથી.
અંતરંગની આત્માની અચલિત પ્રતીતિ છઠ્ઠા ગુણસ્થાનવર્તી જીવને સતત રહેતી હોવાથી ક્રમે ક્રમે કર્મો નિર્બળ બનતાં જાય છે, આત્મા ત્વરિત ગતિથી પુરુષાર્થી થઈ પોતાનાં લક્ષને આંબી, ફરીથી આત્માનુભવમાં જવા સફળ થાય છે. જેનું સમકિત પરમાર્ગે વળ્યું હોય તે પરમાર્થીની વર્તન છે. પરમાર્થી એટલે જેનું જીવન માત્ર પરમની પ્રાપ્તિ અર્થે – ઉત્તમ માટે – માત્ર કલ્યાણાર્થે નિર્માયું છે; જેના જીવનમાંથી સંસારાર્થ – સંસારની અભિસા નીકળી ગયેલ છે, સ્વછંદ તૂટી ગયો છે તેવા છઠ્ઠા ગુણસ્થાનવર્તી જીવનું આ વર્ણન છે.
જીવ સમ્યકત્વની પ્રાપ્તિ કરે છે ત્યારથી તેનો સ્વચ્છેદ દબાવા લાગે છે. પોતાની કલ્પનાએ ત્રણે યોગને પ્રવર્તાવતો જીવ સ્વછંદ ત્યાગી સગુરુ કે સત્પરુષની આજ્ઞાએ
૨૫૮