________________
કેવળી પ્રભુનો સાથ
મોટા કષાય “માન” ભાવનું નિરસન શરૂ થાય છે. જેમ જેમ આ મંત્ર રટાય છે તેમ તેમ જીવનો માનભાવ ઓગળતો જાય છે અને સ્વચ્છંદ કાબૂમાં આવતો જાય છે. જે જે મહર્ધિકને અહીં વંદન થાય છે, તેમની સામે જીવનું પોતાનું અલ્પત્વ સમજાતાં તેનો માનભાવ પીગળે છે. સાથે સાથે તેમના જેવી આત્મિક ઋદ્ધિ મેળવવાની ભાવનાથી તેમનાં શરણમાં રહેવાના ભાવ જેમ જેમ બળવાન થતા જાય છે તેમ તેમ તેનો સ્વચ્છંદ નષ્ટપ્રાયઃ થતો જાય છે. જેવી ઋદ્ધિ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતને મળી છે તેવી ઋદ્ધિ મેળવવી હોય તો શ્રી અરિહંત પ્રભુ, શ્રી સિદ્ધ પરમાત્મા, શ્રી આચાર્યજી, શ્રી ઉપાધ્યાયજી તથા શ્રી સાધુસાધ્વીજી ને વંદન કરી, તેમની આજ્ઞાએ ચાલવાથી થાય છે, તેનું દઢત્વ જીવને થાય છે.
નમસ્કાર મહામંત્રનું પહેલું પદ છે “નમો અરિહંતાણં”. જેનો અર્થ થાય છે, ‘હું અરિહંત ભગવાનને વંદન કરું છું.' આ પહેલા પદમાં શ્રી તીર્થંકર પ્રભુને નમસ્કાર કર્યા છે. શ્રી તીર્થંકર પ્રભુ એટલે મોક્ષમાર્ગના પ્રણેતા. ‘સર્વ જીવો કરું શાસનરિસ' એ ભાવનાની પૂર્તિ અર્થે જે મહાકલ્યાણનું ભાવન તેમનાથી થાય છે તેના ફળ રૂપે પૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કર્યા પછી તેઓ તીર્થંકર પદ શોભાવે છે. તેઓ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, તેમના સમક્ષ પૂર્ણ શુધ્ધ થવા માટેનો મહામાર્ગ – મોક્ષમાર્ગ યથાર્થતાએ પ્રગટ કરે છે, જે માર્ગ તેમણે અનુભવ્યો છે. તીર્થની સ્થાપના કરવાનું મહાકાર્ય તેઓ કરતા હોવાથી શ્રી તીર્થંકર – તીર્થના કરનાર તરીકે દેવો, માનવો વગેરે જીવાત્માઓથી પૂજાય છે. છદ્મસ્થ અવસ્થામાં સર્વ જીવનું કલ્યાણ થાય એ પ્રકારના ભાવ તેમના આત્મામાં વારંવાર લાંબા ગાળા સુધી ઘૂંટાયા હોય છે, તેથી જે કર્મબંધ થાય તેના ફળરૂપે તેમનાથી અનેકાનેક જીવોનું કલ્યાણ થાય છે, મોક્ષમાર્ગની સ્થાપના થાય છે, તે માર્ગ જયવંત રહે છે. તેમના માર્ગદર્શન હેઠળ અનેક જીવો તેમના સમાન સર્વજ્ઞપણું પ્રગટાવે છે. આવી નિષ્કારણ કરુણાના કરનાર શ્રી તીર્થંકર પ્રભુ આ મહામંત્રમાં અગ્રસ્થાને હોય જ.
શ્રી તીર્થંકર પ્રભુનો આત્મા સર્વ ઘાતીકર્મોથી મુક્ત હોવાથી અત્યંત શુદ્ધ છે. તે આત્મામાં અનંત ગુણો તથા શક્તિઓ છે. તે બધામાં શ્રી તીર્થંકર પ્રભુના બાર
૧૭૦