________________
કેવળી પ્રભુનો સાથ
અને તીવ્રતામાં મંદપણું લાવી શકાય છે. જે પ્રકારનું કષ્ટ હોય તેને અનુરૂપ પ્રાર્થના કરવાથી મિષ્ટ ફળ મેળવી શકાય છે.
કંઈક જીવોને કૌટુંબિક અશાંતિમાંથી પસાર થવું પડે છે. જીવ કુટુંબના સભ્યોની સેવા માટે, તેમને સુખ મળે તેવા હેતુથી પોતાના સુખસાધનોનો ત્યાગ કરી અનેક રીતે પ્રયત્નશીલ રહે છે, છતાં કુટુંબના સભ્યોને તેની કદર થતી નથી, એટલું જ નહિ પણ આ તો કરવું જ જોઈએ ને! એમ વિચારી વધારે અને વધારે અપેક્ષાઓ તેની પાસે રાખતા જાય છે. પરિણામે કુટુંબના સભ્યો તરફથી અન્યાય તથા બેદરકારીનો અનુભવ તેને વારંવાર કરતા રહેવો પડે છે. આવી દશામાં તેને મનમાં વેદના થયા કરે છે, કુટુંબીજનોને અન્યાયી વર્તન તેને ખેદમાં ખેંચી જાય છે, અને અનેકવાર તે સહુને શિક્ષા કરવાના ભાવ પણ તે કરી લે છે. તેની બાહ્ય સ્થિતિ ખુલ્લો વિરોધ કરી શકવા જેવી ન હોવાને કારણે તે મનમાં ને મનમાં બળ્યા કરે છે, અયોગ્ય વર્તાવ કરનાર ખૂબ દુઃખિત થાય તેવા ભાવ વારંવાર સેવે છે, અને સંસારમાં પોતે અત્યંત દુઃખી છે તેવી લાગણીને અંતરમાં રમાયા કરે છે. આમ તે જીવ સતત આર્તધ્યાનમાં કાળ ગાળે છે. પરિણામે તેની સ્થિતિમાં સુધારાને બદલે બગાડો નોંધાય છે. કદાચિતુ લાંબા ગાળે તે કર્મ નિવૃત્તિ પામે તો પણ તેની દશા એનો આનંદ માણી શકે તેવી રહેતી નથી. આ ઉપરાંત સતત આર્તધ્યાનવાળી દશાના ફળરૂપે ભાવિની અશાંતિ નિશ્ચિત થઈ જાય છે, પરિણામે તેને વેરવિરોધવાળી સ્થિતિમાંથી ફરીથી પસાર થવું પડે છે. આ રીતે સર્જાયેલી વેરની પરંપરા ચાલુ રહી, જીવને શાંતિ આકાશકુસુમવત્ કરી મૂકે છે. આ વિષચક્રથી છૂટવા માટે પ્રાર્થનાનો આશ્રય કરી શુભનો સંચય કરતા જવો યોગ્ય છે. પ્રાર્થી શકાય કે –
“સંસારસમુદ્રને પાર પામવામાં મહાપરાક્રમ દાખવનાર શ્રી વીરસ્વામી! આપને અત્યંત ભક્તિથી કોટિ કોટિ વંદન હો. પ્રભુ! પૂર્વકાળમાં મેં સાચા ભાવથી આપની ભક્તિ કરી નહિ હોય, આપનાં નિષ્પાપી ચરણનું સેવન સભાવનાથી કર્યું નહિ હોય, કારણ કે શુદ્ધભાવથી આપનાં નામનું સ્મરણ કર્યું હોય તો આપત્તિરૂપી સર્પિણી મને આ રીતે હેરાન કરી શકે નહિ.
४८