________________
પ્રાર્થના
પામવાના ભાવ થયા છે. તો આપ પ્રભુ મને શરણમાં લઈ મુક્તિમાર્ગે જવા સહાય કરો. વર્તમાને આ દેહમાં વર્તતા રોગોથી જે અસહ્ય પીડા મને થાય છે તેમાં સમભાવ કેળવવા માટે મને સાથ આપો. પરમાત્મા! ભૂતકાળમાં અણસમજથી કષાયવશ બની અગણિત એકેંદ્રિયાદિ જીવોની હિંસા કરી તેને દૂભવ્યાં છે. વળી માનને વશ બની કરેલી ભૂલોનો એકરાર તથા પશ્ચાત્તાપ કર્યા વિના અત્યાર સુધીનો કાળ મેં વ્યતીત કર્યો છે. મારા એ અસ વર્તનના પરિણામે તે જીવો એકત્રિત બની, રોગના જીવાણુંઓ રૂપે મારા દેહમાં દાખલ થઈ, વેરનો બદલો લેવા મને અત્યંત પીડા પહોંચાડી રહ્યા છે. આ ભૂલ મારા હૃદયને કોરી ખાય છે. જે જે જીવોને મેં ભૂતકાળમાં દૂભવ્યાં છે તે તે સહુની આપની સાક્ષીએ પશ્ચાત્તાપ સહિત ક્ષમા માગું છું. મારાં તે પાપ નિવૃત્ત કરાવો. બદલામાં તે જીવોને એવાં શાંતિ અને સુવિધા આપો કે તેઓ વિકાસ પામી વેરવૃત્તિથી વિરમી જાય. હું મારાં કર્મો સમભાવથી ભોગવી, નવીન બંધો વધાર્યા સિવાય નિવૃત્ત કરી શકું એ માટે આપની કૃપા માગું છું. મારી રોગીષ્ટ અવસ્થામાં મારી અશાતા હળવી બનાવવામાં સહાયરૂપ થનાર સહુ જીવો આત્મકલ્યાણના માર્ગે વિકાસ કરે એવી મારી ભાવના સફળ કરો. પ્રભુ! આ દેહપીડા જેમ મને અપ્રિય લાગે છે તેમ સહુને અપ્રિય લાગે તે મને હવે સમજાય છે. તો સહુ જીવો આપનાં અભુત માર્ગદર્શનને પામી પીડારહિત અને સુખસહિત જીવન માણવા ભાગ્યશાળી બનો એવી ભાવના ભાવું છું. હવે પછી આવી પીડાના ભોગ થવું ન પડે તે માટે સહુ જીવોને નિર્ભયતા તથા અભયદાન આપી શકું એવી સમર્થતા આપની કૃપાથી ઈચ્છી આપને સવિનય વંદના કરું છું.” ૐ શાંતિ.
જે પ્રકારનાં કષ્ટમાંથી જીવ પસાર થાય છે તે કષ્ટ આવવા માટે તે જીવનાં પૂર્વકર્મો જવાબદાર છે. તે કર્મો ભોગવાઈને નિવૃત્ત થતાં તે કષ્ટનો અંત આવે છે. ઉદયમાં આવેલું કર્મ જીવને ભોગવવું તો પડે જ છે, પરંતુ પ્રાર્થના દ્વારા તેનાં કાળ