________________
કેવળી પ્રભુનો સાથ
તેઓ વેરવૃત્તિમાં રાચતાં અટકી જાય. તેમની સાથે હું શુભ સંબંધો સ્થાપી શકું અને આપની કૃપાથી હું નિર્વેરી બની, સદાચાર સેવી, આત્મારાધનમાં નિમગ્ન થવાનો સુયોગ મેળવી શકું. સંસારી કષ્ટોને સમતાએ પાર કરવા માટેની શક્તિ મેળવવા, અર્પણભાવથી આપના શુદ્ધાત્માને વંદન કરું છું.” ૐ શાંતિ.
કુટુંબ તથા ધનાદિની સુવિધા ભોગવનારને કેટલીક વખતે દેહ અત્યંત પીડાકારી નીવડતો હોય છે. જુદા જુદા રોગો શરીરમાં વેદનાનો એવો જમાવ કરે છે કે તે જીવથી સહન થવું અતિ દુષ્કર બની જાય છે. વળી વેદનાના બળવાન ઉદયને લીધે જે શારીરિક અશક્તિ ઉત્પન્ન થાય છે તેને લીધે પોતે ઇચ્છેલી બીજી અનેક પ્રવૃત્તિઓ પણ તે કરી શકતો નથી. તેમાંથી જન્મતી અશાંતિ તેની માનસિક પીડામાં વધારો કરે છે. પરિણામે તેના સાથીદારોને તથા કુટુંબીજનોને તે કષ્ટકારી લાગે છે. ઉપરાંત પરિસ્થિતિ જન્ય અશુભભાવો ક્લેશ તથા અશાંતિમાં વધારો કરે છે. તેવા સંજોગોમાં રોગી પોતાને વર્તતી અશાંતિના દોષનો ટોપલો ડોકટર, સેવા કરનાર, કુટુંબીઓ, સ્નેહીજનોમાંના કોઈક પર ઢોળી તેનાં કષાયોને પોષણ તથા ઉત્તેજન આપે છે. એ દ્વારા અશુભને ઉત્તેજન મળે છે, અને તેની વેદના તથા અશાંતિનો ગાળો લંબાય છે. આ પ્રકારના વિપરીતાચરણથી બચાવનાર તથા શાતા પ્રતિ દોરનાર પ્રાર્થના છે. રોગી જો શ્રદ્ધાળુ હોય તો તેને સમજાય છે કે આવી રોગોત્પત્તિનું કારણ પોતાની પૂર્વકાળની ભૂલો જ છે. આવી ભૂલો ફરીથી કરવી ન હોય તો, તેમજ વિષય સંજોગોમાં થતાં આર્તધ્યાનથી બચવું હોય તો, અને અશુભ ઉદયકાળને નબળો પાડવો હોય તો શ્રી પ્રભુને શુદ્ધ હૃદયથી પ્રાર્થના કરવા જેવો ઉત્તમ ઉપાય બીજો નથી. પૂર્વકાળમાં અજ્ઞાનવશ, અણસમજમાં સ્વચ્છેદે કરેલી ભૂલોનો આ રીતે પશ્ચાત્તાપ કરી શકાય –
દેહરહિત શુદ્ધાવસ્થાને પ્રાપ્ત થયેલા વિભુ! આપનાં શરણમાં આવેલા અનેક જીવો, આપની કરુણા પામીને, આરાધન કરી પરમ શાંતિપદને માણવા ભાગ્યશાળી બન્યા છે. અનેકવિધ અશાંતિથી ભરપૂર એવા મને શાંતિ
४६