________________
કેવળી પ્રભુનો સાથ
પરંતુ સઘળાં દરદીઓનાં મુખથી આ જ પ્રકારની વાતો સાંભળીને તે સર્જન માનસિક રીતે અકળાઈ જતા અને દર્દીને તોછડાઈથી જણાવતાં કે, “શરીરમાં આટલી કાપકૂપ કર્યા પછી પીડાને બદલે શેની અપેક્ષા રાખો છો? થોડા દિવસમાં ઠીક થઈ જશે. તમારી તબિયત સારી છે. શાંતિથી પડયા રહો.” સર્જનની વાઢકાપની હોંશિયારીને કારણે દરદીઓ હમદર્દીને સ્થાને મળતી તોછડાઈ ચલાવી લેતા, પરંતુ તેમનું મન અત્યંત આળું બની જતું. બનવા કાળ તે એ જ સર્જનને મોટા વાઢકાપમાંથી પસાર થવાનો પ્રસંગ આવ્યો. ઓપરેશન પછીની વેદના તેમનાથી સભાન અવસ્થામાં સહન થઈ શકી નહિ, તેઓ વેદનાથી ચિત્કારી ઊઠયા. એ વેદનામાં શાતા મળે તે માટે તડપતા રહ્યા. બેએક દિવસ પછી તેમને દર્દમાં ઘણી રાહત થઈ, તેમનાં વિચારશક્તિ અને સમજશક્તિ કામે લાગી ગયાં. પોતે સર્જન તરીકે દરદીઓનાં દર્દની પીડા સમજી શક્યા ન હતા, પરંતુ પોતે દરદી બન્યા ત્યારે જ એ વેદના સમજી શક્યા. પોતે કરેલાં ગેરવર્તન બાબત તેમને ઘણો પસ્તાવો થયો. દર્દમય દશામાં કેવાં હુંફ અને સાંત્વનની જરૂર રહે છે તે તેઓ સ્વાનુભવે શીખ્યા. જ્યારથી તેઓ પૂર્ણ તંદુરસ્ત થઈ કામે લાગ્યા, ત્યારથી ક્યારેય કોઈ દરદીને તેમની પૂર્વકાલીન તોછડાઈનો અંશ પણ અનુભવવો પડયો ન હતો. બલ્કે બધાંને તેમના તરફથી મીઠી સહાનુભૂતિ મળતી હતી. પરિણામે તેઓ અતિ નામાંકિત સર્જન બન્યા.
શ્રી પ્રભુ આવા સર્જન કરતાં અનેકગણા ગુણોથી ભરેલા અને સમર્થ છે. સર્જનનાં હોંશિયારી અને સહાનુભૂતિ અનેકગણાં બનીને શ્રી પ્રભુમાં સમાય છે. તેથી શ્રી પ્રભુ વિપરીત સંજોગોને સહી લેવા માટે પ્રાર્થનાનો આશ્રય કરવાનો ઉત્તમ ઉપાય બતાવે છે. અશાતાના કાળમાં જીવને યોગ્ય પ્રાર્થના કરવાનું સૂચવવામાં આવે તો તે જીવ સહેલાઈથી તેમાં ચિત્ત જોડી શકે છે, અને આર્ત તથા રૌદ્રધ્યાન રૂપ ક્લેશથી બચી જાય છે. સાથે સાથે દુ:ખના દોષનો ટોપલો બીજા પર ઓઢાડીને, નિમિત્તને દોષ આપીને જે વેરસંબંધ વધારે છે તેનાથી પણ બચી જાય છે. પરિણામે ઉદિત અશુભ કર્મ પ્રાર્થનાકાળ દરમ્યાન પૂર્ણતાએ વેદના આપી શકતું નથી એટલું જ નહિ પણ નવાં અશુભબંધન માટે યથાર્થ નિમિત્ત થઈ શકતું નથી એટલે કે ઉદિત અશુભ
૪૪