________________
કેવળી પ્રભુનો સાથ
એકેંદ્રિયની અસરથી તથા સંજ્ઞી પંચેન્દ્રિયના ભાવની અસરથી અપવિત્ર થઈ જાય છે, તેનું રૂપ અશોભનીય થઈ જાય છે. અને તેમાંથી સુવાસને બદલે દુર્ગધ નીકળતી જોવા મળે છે. દેહની આવી અપવિત્રતા હોવાને કારણે તેની આસક્તિ છોડવાનું જીવને નિમિત્ત મળે છે.
एक्केकंगुलिवाही छण्णंवदी होति जाणमणुयाणं ।
વિલેજો ૨ સરીરે રોયા મા વિત્તિયાં ભાિયા || (રૂ ) ||. આ મનુષ્યદેહમાં એક એક આંગળી જેટલી જગામાં છ— — રોગ હોય છે, તો સર્વ શરીરમાં કેટલા રોગ હશે? (૩૭)
હે ભવ્ય! પૂર્વભવોમાં પરવશતાએ આ રોગોને સહ્યા છે, એવા ફરી સહન કરવા પડશે, વધારે શું કહીએ? (૩૮) | હે જીવ! તું એવા મહા અપવિત્ર ઉદરમાં નવદશ માસ વસ્યો છે કે જે ઉદર પિત્ત અને આંતરડાથી વીંટળાયેલ છે. જ્યાં મૂત્ર, ફેફસાં, કલેજું, રુધિર, લીંટ, અને અનેક કીડાઓ હોય છે. (૩૯)
– શ્રી કુંદકુંદાચાર્ય – ભાવપાહુડ મનુષ્ય જીવનમાં જીવ શરીર બાંધવાની જ્યાં શરૂઆત કરે છે તે ગર્ભાશય અશુચિથી ભરેલું છે, દેહમાં પણ સાતે ધાતુ અશુચિમય છે, અને જીવ અપવિત્ર કે અશુભ ભાવ કરે તો તે દેહની અશુચિ – અપવિત્રતા ઘણી વધી જાય છે. આમ ઘણી ઘણી રીતે જીવને જ્યારે શરીરની અશુચિ સમજાય છે તથા અનુભવાય છે ત્યારે તેની દેહાસક્તિ ધીમે ધીમે ઓગળવા માંડે છે, અને જીવનું આત્માનું લક્ષ બંધાવાનું શરૂ થાય છે. ખોટા માર્ગે પ્રવર્તતા જીવને સાચી સમજણ આપી, સન્માર્ગે લઈ જવાનું પુણ્યકાર્ય શ્રી સત્પરુષ દ્વારા થાય છે તેની ઝાંખી સમજ તેને આવે છે. પરિણામે સપુરુષ પ્રતિ તેની પ્રેમભાવના જાગતી જાય છે અને વધતી જાય છે. આ ત્રણે પ્રકારની ભાવનાના પ્રભાવથી સન્દુરુષ પોતે સુખી છે અને મને સુખી કરવા માટે મદદરૂપ થવા તેઓ પ્રયત્નવાન છે એવી જાણકારીનો પ્રથમ પાયો તેના મનમાં રોપાય
૨૨૦