________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
છે, પરિણામે સત્પુરુષ યોગ્ય તથા આરાધવા યોગ્ય આત્મા છે એવો નિર્ણય થવાની શરૂઆત તેના મનમાં થાય છે. અને આ નિર્ણયનાં અનુસંધાનમાં તેનું સુષુપ્ત ચેતન જાગૃત થવા લાગે છે. સંસારી વલણ આત્મપ્રત્યયી બને છે. તેમ થતાં આત્મામાં પરકલ્યાણ કરવાનો, પરગજુ બનવાનો સ્વભાવ છે તે સત્પુરુષના પરિચયથી પકડાતો જાય છે.
પડતી વૃત્તિને સ્થિર રાખનાર
આપણે જોયું તે પ્રમાણે જીવમાં સત્પુરુષ પ્રતિના પ્રેમનાં બીજ રોપાય છે, તેમનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ ઉપકારી બની, શ્રી સત્પુરુષ સાચા છે, મારે માન્ય કરવા યોગ્ય છે એવી શ્રદ્ધાનો પ્રાથમિક પાયો શરૂ થાય છે. તેને સત્પુરુષનો બોધ સાંભળવાની રુચિ થાય છે, તેમનાં સાનિધ્યમાં રહી શાંતિનું વેદન કરવાની ભાવના ઉદિત થાય છે અર્થાત્ તેનાં હૈયામાં સત્પુરુષનું આકર્ષણ એકઠું થવા લાગે છે. પરંતુ તેની આવી સ્થિતિ લાંબો સમય ટકતી નથી. તે જીવ સત્પુરુષની છાયામાંથી બહાર આવે છે, તેમની પ્રત્યક્ષ અસરથી દૂર થાય છે કે તરત જ તેનો અનાદિનો સંસારીભાવ તેના પર સવાર થઈ જાય છે. તેને નબળા થતા મોહથી દૂર ધકેલી, મોહનું બળવાનપણું કરવામાં પાછો ખેંચી જાય છે. સત્પુરુષની અસરથી કરેલા પુણ્યબંધનો ઉદય થતાં તેને સંસારી શાતા મળવા લાગે છે, અને તે શાતા તે જીવને માટે બળવાન આકર્ષણનું નિમિત્ત થાય છે. આ સંસારી શાતાના લોભમાં ખેંચાઈ તે જીવ સત્પુરુષે જણાવેલા આત્મલક્ષને ગૌણ કરી નાખે છે. આમ આ જીવ મૂળમાર્ગનો પાકો અનુભવી ન હોવાને કા૨ણે સંસારી પ્રવાહમાં તણાઈ, જાગવા લાગેલા તેનાં સુષુપ્ત ચેતનને ફરીથી સુષુપ્ત થાય તેવી પ્રવૃત્તિમાં જવા દે છે. અને આવી ચડઊતરવાળી દશામાં સર્વ જીવો ચારે ગતિમાં ભમ્યા કરે છે.
મોટાભાગના જગતજીવો ગાડરિયા પ્રવાહની જેમ સંસારસુખની તલપમાં જ જીવન વ્યતીત કરતા રહે છે, એ બધાને સંસારનાં પ્રત્યક્ષ જણાતાં શાતાનાં નિમિત્તો ખૂબ આકર્ષક લાગે છે, અને તેથી ધન, કુટુંબ, સત્તા, કીર્તિ, પરિગ્રહ, વૈભવ આદિની
૨૨૧