________________
કેવળી પ્રભુનો સાથ
પ્રાપ્તિ કરવામાં અને તેમાં જ સુખ માનવામાં તેની બુદ્ધિની પરિસમાપ્તિ થાય છે. પરંતુ આ બધાની પાછળ દુ:ખ ડોકાઈ રહ્યું છે, તે જ તત્ત્વો દુઃખનું અનુસંધાન કરનારા છે તેવી બુદ્ધિ ઉદિત થતી નથી, આમાંથી કોઇક જ જીવ સત્પુરુષના યોગમાં આવી, પુણ્ય પ્રભાવથી સત્પુરુષમાં પ્રીતિ કરી, પોતાનાં લક્ષમાં ફેરફાર અનુભવે છે. તેમ છતાં તેનો અનાદિકાળનો અભ્યાસ તેને પાછો મોહબુદ્ધિ વધારવા બાજુ ખેંચી જઈ, ફરીથી સંસારવૃદ્ધિ કરવામાં ડૂબાડે છે. આમ જીવનું જાગવા લાગેલું ચેતન ફરીથી સુષુપ્ત અવસ્થામાં જવા લાગે છે. તેની જે વૃત્તિઓ ઉર્ધ્વગામી થવા લાગી હતી તે પરિણામ ફરતાં અધોગામી થવા માંડે છે. અને આવી પડવાઈની સ્થિતિમાં જો તેને સત્પુરુષનો સંપર્ક મળે, સંપર્ક રહે તો શ્રી સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ ફરીથી વિશેષતાએ પડતો અટકાવી, ફરીથી ઉર્ધ્વગામી ક૨વામાં મોટો ભાગ ભજવે છે. સત્પુરુષના સંપર્કથી તે જીવ ફરીથી સત્ય વિચારણાના માર્ગે ચાલી, જગતનું આકર્ષણ તોડવા પ્રયત્નવાન થાય છે.
ઘણીવાર આસપાસમાં પ્રવર્તતા નિમિત્તો તથા પૂર્વે નિબંધન કરેલાં કર્મોના પ્રભાવથી જીવ નિર્બળ બની સંસારની મોહિનીમાં ખેંચાવા લાગે છે, અને તેનું આત્મા પ્રતિનું સભાનપણું ઘટે છે. આવા સંજોગોમાં તેણે પૂર્વકાળમાં સાંભળેલા કે વાંચેલા શ્રી સત્પુરુષનાં અમૃતવચનો સ્મૃતિમાં આવી, વેદાતા સંસારી આકર્ષણને તોડવા મદદરૂપ થાય છે. સંસારની આસક્તિ ભૂતકાળમાં તેને કેવી દુઃખરૂપ થઈ હતી, તેની સ્મૃતિ જીવને વધતી આસક્તિથી બચાવે છે. સત્પુરુષનાં સત્ય અનુભવથી ભરેલાં વચનો સંસારની ભયંકર લાલચમાં પડતાં તેને બચાવી લે છે. સંસારસમુદ્રમાં ડોલાં ખાતી તેની જીવન નૌકા સત્પુરુષનાં વચનોનો સધિયારો મેળવી સ્થિર થાય છે. અને પોતે જોયેલી તથા અનુભવેલી સત્પુરુષની શાંત મુખમુદ્રા તેને ફરીથી એ શાંતિ મેળવવા માટે ઉત્સાહિત કરે છે. તેણે જોયેલું સત્પુરુષનું પરમ શાંતિ પ્રસરાવતું મુખારવિંદ એવી શાંતિ મેળવવા માટે જીવને પ્રેરણા આપે છે. અને તેમના સાનિધ્યમાં રહેતી વખતે જે વિચારોના ઘમસાણથી છુટકારો અનુભવ્યો હતો તેની સ્મૃતિ, સંસારથી જાગતા આકર્ષણને કારણે વધતા વિચાર વિકલ્પને તોડવા માર્ગદર્શન આપે છે. આ રીતે
૨૨૨