________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્ સમાગમની સુખદ સ્મૃતિ જીવને સંસારીભાવમાં લસરતો અટકાવી, અસ્થિર થતી તેની વૃત્તિઓને ફરીથી સ્થિર કરવામાં ખૂબ સહાયક થાય છે. અને જીવની ચલાયમાન સ્થિતિમાં જીવને પ્રત્યક્ષપણે વચનામૃત, મુદ્રા, અને સત્સમાગમ મળે છે તો તે આનાથી પણ અનેકગણો ઉપકાર કરી શકે તે સ્વાભાવિક છે એવો અનુભવ થતાં જીવનો નિશ્ચય દેઢ થાય છે કે સંસારની ડોલાયમાન સ્થિતિમાં જીવને સ્થિરતામાં લઈ જનાર જો કોઈ હોય તો તે એક સપુરુષ જ છે. માટે સત્પરુષ એ સેવ્ય અને આરાધ્ય આત્મા છે.
સંસારમાં જીવ જ્યારે આવી ડામાડોળ સ્થિતિનો અનુભવ કરે છે ત્યારે તેને સ્થિર કરવા માટે સત્પરુષ શ્રી પ્રભુપ્રણીત સંસાર ભાવના તથા અન્યત્વ ભાવના સમજાવે છે. અને તેની પડતી વૃત્તિને, પોતાનો કલ્યાણભાવ પ્રસરાવી સ્થિર કરતા જાય છે.
સંસારભાવના જીવનું એક પછી એક દેહમાં સંસરણ અર્થાત્ ભમણ એ સંસાર છે. આ જાતનાં ભ્રમણમાં જીવ સંજ્ઞી પંચેન્દ્રિય સ્વરૂપે, અને તેમાંય મનુષ્યપણે, કહેવાતા શાતાના પ્રસંગો જેમકે ધન, વૈભવ, પરિગ્રહ, કુટુંબ, સત્તા, કીર્તિ આદિ વિશે ખૂબ જ આકર્ષણ વેદે છે. અન્ય ગતિઓમાં પણ આ આકર્ષણની માત્રા સારી એવી મજબૂત હોય છે. આથી સંજ્ઞી જીવો સતત એવી વૃત્તિ સેવ્યા કરતા હોય છે કે તેઓ એક પછી એક શાતાના જ ઉદયો મેળવ્યા કરે, ખૂબ ખૂબ શાતા ભોગવે. પણ તેમની આ ભાવના સંસારમાં પૂરી થતી નથી, જીવ શાતાના નિમિત્તો કરતાં અશાતાના જ નિમિત્તો વધારે ભોગવતો હોય છે, પરિણામે વધારે કષાયી થઈ વધારાની અશાતાને નિમંત્રણ આપતો રહે છે.
પરમાંથી જ સુખ મેળવવાની સતત ચાલતી વૃત્તિથી બચાવી, સ્વસુખ તરફ દોરવાનો પ્રયત્ન શ્રી પુરુષ સંસારભાવના દ્વારા કરે છે. શ્રી સત્પરુષ જીવને સંસારભાવના પ્રત્યક્ષ કરાવી સમજાવે છે કે હે જીવ! આ સંસારમાં તે શાતા કરતાં અનેકગણી અશાતા જ ભોગવી છે. તેનો તો વિચાર કર!
૨૨૩