________________
કેવળી પ્રભુનો સાથ
આ રીતે નિરાશ આથડવાનું અને રઝળવાનું પરિણામ આવ્યા વગર રહે નહીં. એ પરિણામ છે; “અનંત સંસારની વિટંબણામાં પડ્યો છું.” વિટંબણા એટલે હવે શું થશે એવી ચિંતા, અણગમતી વસ્તુને ટાળવા માટે સેવવી પડતી ઉપાધિ અથવા ગમતી વસ્તુને પ્રાપ્ત કરવા કરવી પડતી જહેમત, અને એ બધી પ્રવૃત્તિ કરવા ન કરવારૂપ સ્થિતિમાંથી જન્મતી અશાંતિ, આ બધું જ વિટંબણાના અર્થવર્તુળમાં સમાય છે. આ રઝળપાટથી જો સમજપૂર્વક પાછા ફરવામાં ન આવે તો આ ચિંતા, ઉપાધિ, અશાંતિરૂપ વિટંબણા અનંતકાળ સુધી ચાલી શકે તેવી બની જાય છે, એટલે કે લંબાતો લંબાતો સંસાર અનંતકાળ પછી પણ અટકતો નથી. આ વાસ્તવિક ચિત્ર રજુ કરતાં જીવ કહે છે કે “અનંત સંસારની વિટંબણામાં પડયો છું.”
વાસ્તવિક સ્થિતિના સભાનપણાથી જીવ શરમિંદો થઈ જાય છે અને કબૂલ કરે છે કે “હું પાપી છું, હું બહુ મદોન્મત્ત અને કમરજથી કરીને મલિન છું.” સંસારના આરંભકાળથી અત્યાર સુધી આત્માના પ્રદેશો પર કર્મનાં પરમાણુઓને મેં સતત આવકાર્યા છે તથા તેને ચીટકવા દીધાં છે તે જ મારું મોટામાં મોટું પાપકૃત્ય છે. આ પાપકૃત્યનો સ્વીકાર “હું પાપી છું” એ વચનથી થાય છે. થતી પાપક્રિયાનું મૂળ “મદ” – અભિમાન, સ્વચ્છેદ તથા મારાપણામાં જોવા મળે છે. મનુષ્યગતિમાં જીવને મહાઅનર્થ તરફ ઘસડી જતો કષાય માનભાવ-મદ છે. હું કંઈક છું, ‘મને જ ખબર છે', “મારું જ સાચુ છે આવા આવા ભાવો જીવમાં માનકષાયને લીધે આવે છે. અને તે બધું પોતાની મેળે જ, પોતાની રીતે નક્કી કર્યું હોય તો તેને સ્વચ્છંદનો બળવાન સાથ મળ્યો છે તેમ કહી શકાય. જીવમાં માન અને સ્વચ્છંદ એકઠા થાય છે ત્યારે તેની અસત્ પ્રવૃત્તિઓ માઝા મૂકી દે છે. અમર્યાદ સ્થિતિ વર્ણવવા “હું બહુ મદોન્મત્ત છું” એવું વચન મૂકાયું છે. મદથી ઉન્મત્ત થયેલો એટલે અભિમાનને કારણે અવિચારીપણે વર્તનારો પોતે બન્યો છે, અને તે પણ વિશેષતા એ છે એમ જણાવવા ‘બહુ મદોન્મત્ત' કહ્યું છે. માનકષાય જ્યારે આવી રીતે માઝા મૂકે છે ત્યારે કર્મનાં પરમાણુઓ આત્માને અનંતગમે વળગે છે. આ વળગાડ આત્માનાં તેજને આવરીને તેને તેજહીન – મલિન કરી નાખે છે. કર્મના બળવાન આશ્રવને કારણે પોતાની દયાજનક સ્થિતિ થઈ છે તે