________________
ક્ષમાપના
સર્વ જીવોની આપની સાક્ષીએ, મારા આત્માના સર્વ પ્રદેશ સંમત થઈ ક્ષમા માગું છું, અને તે પાપ નિષ્ફળ કરવા પ્રાયશ્ચિત માગું છું. એ પ્રાયશ્ચિતના સહારે સમસ્ત જીવો સાથેના વેરભાવથી છૂટી નિર્વેરી બનવું છે.' “હે જિનદેવ! તમારી છાયામાં મારી આત્મશુદ્ધિ ક્ષણે ક્ષણે થયા કરજો. અને મને એવી પ્રબળ વિશુદ્ધ વર્તના આપજો કે મારા નિમિત્તે કોઈ પણ જીવ પરમાર્થે અંતરાય બાંધે નહિ. મારી શિથિલ વર્તનને કારણે કોઈ જીવ ધર્મ સંબંધી આશંકિત થાય તેવું પાપકર્મ મને નથી જોઈતું. વળી જીવ સમસ્ત માટે મને એવો નિઃસ્વાર્થ પ્રેમ આપજો કે તેના પ્રભાવથી કોઈ પણ જીવ મારો વૈરી ન બનતાં, મિત્રમાં પલટાઈ જાય. સહુ જીવોને આપની કૃપાથી પરમ પ્રેમથી આવકારી તમારા શરણમાં લાવી શકું એવું સામર્થ્ય હે તરણતારણ દેવ! મને આપશો. મારાં નિમિત્તે કોઈ પણ આત્મા કર્મબંધન કરે નહિ એ જ ભાવના હોજો. મને એવી વર્તના મળજો કે મારા સંપર્કમાં આવનાર સહુ જીવો આપ દીધી શાતા વેદ અને ઉદ્વેગ, અરેરાટીથી મુક્ત થઈ નિર્ભયતા પામે. આ અવસ્થા સુધી પહોંચવા મને ઉગ્ર પુરુષાર્થ આપશો. હું તારા શરણે છું. જે સમસ્ત જીવોને તારવાના ભાવ તમે કર્યા છે તેને તમારા શરણ સુધી પહોંચાડવા માટે પુરુષાર્થ કરવા મને શક્તિ આપજો. અહો દયાનિધિ, તમારાં વીતરાગપણાને મેળવવા માટેની પાત્રતા માગું છું. અને ત્રિકાળમાં જે જે જીવોની દૂભવણીનું હું નિમિત્ત બનેલ છું તે સર્વ જીવોની સમસ્ત શ્રી સિદ્ધ પરમાત્મા, શ્રી વિહરમાન તીર્થંકર પ્રભુ, તથા સમગ્ર કેવળી પ્રભુની સાક્ષીએ ક્ષમા માગી સવિનય વંદન કરું છું.”
3ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૪૭