________________
કેવળી પ્રભુનો સાથ
અહીં મળેલી ક્ષમાપનાને લગતી સર્વ સમજણના અનુસંધાનમાં શ્રી પ્રભુને ક્ષમાપના સહિત પ્રાર્થના કરું છું કે –
“હે દેવાધિદેવ! જે મહાસમર્થ સર્વજ્ઞ પ્રભુના નિમિત્તથી મારો આત્મા નિત્યનિગોદમાંથી નીકળી ઈતર નિગોદમાં આવવા ભાગ્યશાળી થયો, તે પ્રભુનો ખૂબ ખૂબ ઉપકાર માનું છું. સર્વજ્ઞ પ્રભુની કૃપાથી આઠ રુચક પ્રદેશનો સથવારો લઈ પૃથ્વીકાય બની સંસારનો આરંભ કર્યો, અને પ્રત્યેક વિકાસનાં પગલે શ્રી પુરુષે નિમિત્ત આપી અને ઇન્દ્રિયની પ્રાપ્તિ કરાવી. આમ અનેક સપુરુષોની કૃપાથી મારો આત્મા અન્ય વેર નિમિત્તથી છૂટી આજની સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યપણાની ભૂમિકા સુધી પહોંચ્યો છે, એટલું જ નહિ તેઓના ઉપકારને લીધે આજની ભૌતિક સુવિધાવાળી સ્થિતિને પણ પામ્યો છે. તે સર્વ ઉપકાર કરવા બદલ હું તેઓનું ઋણ સ્વીકારું છું અને ખરા અંત:કરણથી તેમનો આભાર માનું છું.' “સર્વ સમર્થ મહાજ્ઞાનીઓએ નિષ્કારણ કરુણા કરી, મારા પર કૃપા વરસાવી છે. તે કૃપાના ફળ રૂપે મને આત્મવિશુદ્ધિનો માર્ગ મળ્યો છે, મનને શાંત કરી પ્રભુમાં લીન કરવાનો ઉપાય મળ્યો છે, પરમપદ ભણી પ્રગતિ કરવા અવકાશ મળ્યો છે. આ સર્વ ઉપકાર કરવા બદલ ખૂબ ખૂબ અહોભાવથી આભાર માનું છું. આ અણમોલ ઘડી સાર્થક કરવાનું ન ચૂકાય તે જ અભિલાષ હું રાખું છું. પ્રભુ! સંસાર ભજવાના આરંભકાળથી કષાયવશ બની જે જે જીવોની દૂભવણી કરી છે, તેનું ફળ પણ નરકાદિ દુર્ગતિમાં ભોગવાઈ ગયું છે, તેવાં સર્વ અશુભ ભાવો અને કૃત્યોનું કર્તાપણું છોડી, વિદ્યમાન શ્રી અરિહંત પ્રભુ! આપની સાક્ષીએ પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માગું છું. મારા આત્મામાં ઉહાપોહ ચાલે છે કે ભૂતકાળમાં મેં આટલી મૂઢતા કેમ કરી? સન્મતિથી કેમ વેગળો રહ્યો! જિનદેવ! થયું તે થયું. હવે આવો દોષ ફરીથી, ભાવિમાં કદિ પણ ન કરું તે માટે બળ માગું છું. તમે તો સર્વજ્ઞ છો. મારા થકી જે જે જીવોની દૂભવણી થયેલી, તમારા જ્ઞાનમાં જણાતી હોય તે
૧૪૬